અમદાવાદ: TATA IPL 2023ની 13મી મેચ આજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જોવા જઇ રહી છે. પાછળના રેકોર્ડ જોતા આજની મેચમાં ગુજરાત ટાઇટન્સ ફેવરિટ માનવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ કોલકાતા પણ પોતાની પાછળની મેચ જીતીને પોતાની જીતને લઈ મેળવી રાખવા માટે પૂરતો પ્રયાસ કરશે.
આ પણ વાંચોઃ Dhoni Praised CSK Bowlers : ધોનીની ધમકી બાદ બોલરો ચમક્યા, IPLમાં બીજી જીતથી ખુશ કેપ્ટન
KKRનો ફેન પ્રથમ વખત અમદાવાદમાંઃ કોલકાતા નાઈટ રાઈડર્સના ફેન્સ અશોક ચક્રવતી જણાવ્યું હતું કે, હું કોલકાતા નાઈટ રાઈડર્સનો સુપર ફેન છું અને મેચ જોવા માટે હું સ્પેશ્યલ કલકત્તાથી અહીંયા અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યો છું. હું અમદાવાદમાં પહેલી વખત આવ્યો છું અને આટલું મોટું સ્ટેડિયમ જોઈને હું ખૂબ જ ખુશ થયો છું. આજે ગુજરાત ટાઇટન્સ સામે જે મેચ કોલકાત્તા રમી રહ્યું છે. તેને લઈને પણ ભારે ઉત્સાહિત છું. આટલા મોટા સ્ટેડિયમમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા આવશે તે દર્શકોને જોવા માટે પણ હું ખૂબ જ ઉત્સાહિત છું અને કોલકાતા ટીમને ફુલ સપોર્ટ કરવા હું સ્ટેડિયમમાં હાજર રહીશ.
શ્રેયસ ઐયર ઇજાગ્રસ્ત થવાથી કોલકાતાને નુકશાનઃ આ સ્ટેડિયમમાં ભલે ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ હોય અને ગુજરાત ટાઈટન્સનું હોમ ગ્રાઉન્ડ હોય પરંતુ આગળની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ શાનદાર જીત મેળવીને ગુજરાત ટાઇટન સામે આજની મેચ રમવા આવી છે. આજે કોલકાતા નાઈટ રાઇડર્સ ચોક્કસ જીતશે તેવી આશા વ્યક્ત કરી છે. કોલકાત્તા નાઈટ રાઈડર્સ બે વખત ની ચેમ્પિયન બની છે અને હવે પણ પ્રથમ હાર બાદ બીજી મેચ જીતીને પોતાના વિજયરથ પર સવાર થઈને છે. આ વખતે પણ કોલકાત્તા નાઈટ રાઈડર્સ ચેમ્પિયન બનશે.શ્રેયસ ઐયર ઇજાગ્રસ્ત થવાથી કોલકાતાને ભારે નુકશાન થયું છે.પરંતુ ટીમના બીજા ખેલાડી પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.આગળની મેચમાં પણ શાર્દુલ ઠાકુર શાનદાર બેટીંગ કરી હતી.અને આજની મેચમાં આદ્રેલ રસેલ શાનદાર બેટિંગ કરી કોલકાતાને જીત અપાવશે.
આ પણ વાંચોઃ SRH vs PBKS IPL 2023: આજે 7.30 કલાકે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
સ્ટેડિયમ ઓછા દર્શકો જોવા મળી શકે છેઃ આજ ગુજરાત ટાઇન્ટ્સ અને કોલકાતા નાઇડ રાઈડર્સ વચ્ચે મેચ બપોર 3:30 કલાકે યોજાશે. મેચ શરૂ થાય તે પહેલા 12:30 પ્રવેશ આપવાની શરૂ કરવામા આવ્યો હતો.પરંતુ સ્ટેડિયમ બહાર જ ખૂબ ઓછી સંખ્યામાં દર્શકો જોવા મળી રહ્યા હતા. જેથી આજની મેચમાં સ્ટેડિયમ ઓછી સંખ્યામાં જોવા મળી શકે છે.તેનું મુખ્ય કારણ આજ રાજ્યમાં જુનિયર ક્લાર્ક અને આજની મેચ પણ બપોરના ભારે ગરમીના કારણે પણ દર્શકો મેચ જોવા ઓછા આવી શકે છે.