- સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કેપટન ડેવિડ વોર્નર પોતાના ઘરે પહોંચ્યા
- કોરોનાના વધતા કેસના કારણે IPL સ્થગિત
- ખેલાડીયો પોતાના ઘરે પરત ફર્યા
નવી દિલ્હી : IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ કેપટન ડેવિડ વોર્નર પોતાના ઘરે પહોંચી ગયા છે. જોકે ઘરે પહોંચતાની સાથે તેમણે ભારતને લઇ એક મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે,કોરોનાની બીજી લહેરમાં ભારતમાં રહેવું ખુબ જ ભયાનક હતું.
ભારતમાં કોરોનાને લઇ વોર્નરનું નિવદેન
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા વોર્નરે નોવાના ફિટ્ઝી અને વિપ્પા પ્રોગ્રામમાં જણાવ્યું હતું કે, "ટીવી પર ભારતમાં ઓક્સિજન સંકટના દ્રશ્યો જોઈને દરેકને ખરાબ લાગી રહ્યું હતું." તેમણે કહ્યું, 'લોકો તેમના પરિવારોના અંતિમવિધી માટે લાઇનમાં ઉભા હતા. અમે જ્યારે મૈદાન પર જચા ત્યારેરસ્તામાં આ દર્શ્યો જોતા હતા, જે ખુબ જ ભયાનક હતું.
આ પણ વાંચો : સચિન તેંડુલકરે તેની કારકિર્દી વિશે જણાવ્યું, કહ્યું - આ બન્ને બાબતોનો હંમેશાં રહેશે અફસોસ
અંતિમવિધિ માટે લાગેલી લાઇન ભયાનક :વોર્નર
વોર્નરે કહ્યું કે,કોરોનાનો મામલો બાયો બબલમાં આવ્યા બાદ આઈપીએલ મુલતવી રાખવું યોગ્ય હતું. તેમણે કહ્યું, 'માનવતાના દ્રષ્ટિકોણથી મને લાગે છે કે સાચો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંક્રમણ વધતા તે એક પડકારજનક હતું. તેમણે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. આપણે જાણીએ છીએ કે ભારતમાં દરેક લોકો ક્રિકેટને ખુબ પસંદ કરે છે.
આ પણ વાંચો : Asian boxing: પૂજા રાનીએ જીત્યો ગોલ્ડ, લાલબુતસાહીને સિલ્વરથી માનવો પડ્યો સંતોષ
ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માલદિવમાં રોકાયા
ભારત તરફથી ઓસ્ટ્રેલિયા યાત્રા પર પ્રતિબંધ હોવાના કારણે વોર્નર અને બાકીના ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માલદિવમાં હતા. જે બાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા છે.