ETV Bharat / sports

IPL 2023 : હૈદરાબાદે પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવી, રાહુલ ત્રિપાઠીના 48 બોલમાં 74 રન

author img

By

Published : Apr 9, 2023, 3:09 PM IST

Updated : Apr 9, 2023, 11:31 PM IST

TATA IPL 2023ની 14મી મેચ પંજાબ અને હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. જેમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. પંજાબે પ્રથમ બેટીંગ કરતા 143 રન બનાવ્યા હતા. હૈદરાબાદને જીત માટે 144 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદે 17.1 ઓવરમાં બે વિકેટના નુકસાને 145 રન બનાવીને જીત હાંસલ કરી હતી.

IPL 2023
IPL 2023

હૈદરાબાદ: TATA IPL 2023ની 16મી સીઝનની 14મી મેચ PBKS અને SRH વચ્ચે રમાઇ હતી. જેમાં પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવ્યા હતા. તેમજ હૈદરાબાદને જીતવા માટે 144 રનનો લક્ષ્યાંક આપ્યો છે. PBKS તરફથી શીખર ધવને 99 રન(અણનમ) બનાવ્યા હતા, જે તેમની ટીમ માટે સૌથી વધું રન હતા. તેમજ SRH તરફથી મયંક માર્કેન્ડે 4 વિકેટ ઝડપી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે 17.1 ઓવરમાં બે વિકેટના નુકસાને 145 રન બનાવીને જીત હાંસલ કરી હતી.

PBKS ટીમની બેટીંગ : પંજાબે પ્રથમ બેટીંગ કરતા 143 રન બનાવ્યા હતા. જેમાં પ્રભિશિમરને 1 બોલમાં 0 રન, ધવને 66 બોલમાં 99 રન(અણનમ), મેથેવ શોર્ટે 3 બોલમાં 1 રન, જીતેશ શર્માએ 9 બોલમાં 4 રન, સેમ કરણે 15 બોલમાં 22 રન, સિકંદર રજ્જાએ 6 બોલમાં 5 રન, શાહરુખ ખાને 3 બોલમાં 4 રન, હરપ્રિતે 2 બોલમાં 1 રન, રાહુલ ચહરે 8 બોલમાં 0 રન, નાથને 5 બોલમાં 0 રન અને મોહિતે 2 બોલમાં 1 રન(અણનમ) બનાવ્યો હતો.

SRH ટીમની બોલિંગ : હૈદરાબાદની બોલર્સનું સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું. તેમને PBKSને ઓલઆઉટ કરી હતી. જેમાં ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 1 વિકેટ, માર્કોએ 3 ઓવરમાં 2 વિકેટ, નટરાજને 4 ઓવરમાં 0 વિકેટ, સુંદરે 1 ઓવરમાં 0 વિકેટ, માર્કેન્ડેએ 4 ઓવરમાં 4 વિકેટ અને મલિકે 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃ હૈદરાબાદની ટીમમાં હેરી બ્રુક 14 બોલમાં 13 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ 20 બોલમાં 21 રન કર્યા હતા. રાહુલ ત્રિપાઠી 48 બોલમાં 10 ચોક્કા 3 સિક્સ મારીને 74 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. એઈડન માર્કરામ 21 બોલમાં 6 ચોક્કા મારીને 37 રન બનાવીને નોટ આઇટ રહ્યા હતા. આમ હૈદરાબાદની ટીમે 17.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને જ 145 રન બનાવી નાંખ્યા હતા. આમ 8 વિકેટથી જીત મેળવી હતી.

પંજાબ કિંગ્સની બોલીંગઃ સામ કુરન 3 ઓવરમાં 14 રન, અર્શદીપ સિંહ 3 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી. હરપ્રીત બ્રાર 3.1 ઓવરમાં 26 આપ્યા હતા. નાથન એલીસ 3 ઓવરમાં 28 રન, રાહુલ ચહર 3 ઓવરમાં 28 રન આપી એક વિકેટ ઝડપી હતી. અને મોહિત રાઠી 2 ઓવરમાં 29 રન આપ્યા હતા.

પોઈન્ટ ટેબલ (Points Table) આજની બે મેચ પછી પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 4 પોઈન્ટ, બીજા નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 4 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 4 પોઈન્ટ અને પાંચમા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 4 પોઈન્ટ મેળવ્યા છે. ત્યાર બાદ ક્રમાનુસાર જોઈએ તો પંજાબકિંગ્સના 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 2 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 2 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન શૂન્ય પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ હતા.

પંજાબ કિંગ્સની પાંચમી વિકેટ: સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે ઈમ્પેક્ટ પ્લેયર સિકંદર રઝાને 5 રનના સ્કોર પર મયંક અગ્રવાલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. પંજાબ કિંગ્સના બેટ્સમેનોએ અત્યાર સુધીની મેચમાં નિરાશ કર્યા છે. પંજાબ માટે સારી વાત એ છે કે કેપ્ટન શિખર ધવન 33 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. પંજાબ કિંગ્સનો સ્કોર 10 ઓવર પછી (73/5)

પંજાબ કિંગ્સની ચોથો ઝટકો: પંજાબ કિંગ્સની ચોથી વિકેટ પડી. સેમ કરણ 22 રને આઉટ, 8.5 ઓવર પછી સ્કોર (63/4)

પંજાબ કિંગ્સની ત્રીજી વિકેટ: પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને તેણે પોતાની ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. શિખર ધવન (21) અને સેમ કરણ (1) 5 ઓવર કર્યા બાદ ક્રિઝ પર હાજર છે.

પંજાબ કિંગ્સને બીજો ફટકો: સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર માર્કો જેન્સને આઈપીએલની ડેબ્યૂ મેચ રમી રહેલા મેથ્યુ શોર્ટને બીજી ઓવરના બીજા બોલ પર 1 રનના અંગત સ્કોર પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

પંજાબ કિંગ્સની નબળી શરૂઆત: સનરાઈઝર્સ હૈદરાબાદના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે મેચના પહેલા જ બોલ પર પંજાબ કિંગ્સના ઓપનર પ્રભસિમરન સિંહને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પંજાબ કિંગ્સનો સ્કોર 1 ઓવર પછી (9/1)

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીત્યો: સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી આ મેચમાં પંજાબ કિંગ્સે પોતાના પ્લેઇંગ-11માં ફેરફાર કર્યો છે. ભાનુકા રાજપક્ષેની જગ્યાએ મેટ શોર્ટને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો છે. શોર્ટ આજે તેની IPL ડેબ્યૂ મેચ રમી રહ્યો છે.

પંજાબ કિંગ્સ ખેલાડી: શિખર ધવન (c), પ્રભસિમરન સિંહ, મેથ્યુ શોર્ટ, જીતેશ શર્મા (wk), શાહરૂખ ખાન, સેમ કુરન, નાથન એલિસ, મોહિત રાઠી, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

સનરાઇઝર્સ હૈદરાબાદ ખેલાડી: મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (સી), હેનરિક ક્લાસેન (ડબલ્યુકે), વોશિંગ્ટન સુંદર, માર્કો જોન્સન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમરાન મલિક, ટી નટરાજન

SRH vs PBKS: સતત બે પરાજયથી પરેશાન સનરાઈઝર્સ હૈદરાબાદ રવિવારે પંજાબ કિંગ્સ સામે જીતના ટ્રેક પર પાછા ફરવાનો પ્રયાસ કરશે. આ પહેલા હૈદરાબાદને રાજસ્થાન રોયલ્સે 72 રનથી હરાવ્યું હતું, જ્યારે લખનઉ સુપરજાયન્ટ્સને પાંચ વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદ છેલ્લી બે સિઝનમાં પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે હતું અને આ સિઝનમાં સારી શરૂઆતની આશા હતી, પરંતુ તે સાકાર થઈ શક્યું નહીં.

ભુવનેશ્વર અને કરણ વચ્ચે સ્પર્ધા: પંજાબ ટીમના બોલર અને બેટ્સમેન બંને ફોર્મમાં છે. તે જ સમયે કેપ્ટન શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સની ટીમ સતત ત્રીજી જીત નોંધાવવા માંગશે. પંજાબે તેમની બોલિંગ અને બેટિંગથી સારું પ્રદર્શન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ સામે પાંચ વિકેટથી જીત નોંધાવી હતી. પંજાબ સામે ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે પંજાબ સામે 18 મેચમાં 26 વિકેટ લીધી છે. તે જ સમયે, પંજાબ તરફથી સેમ કરણ શાનદાર ફોર્મમાં છે. તેણે આઈપીએલમાં ડાબા હાથના પેસરો સામે 256.25ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. હૈદરાબાદની ટીમ તેમને ટાળવા માંગશે.

આ પણ વાંચો: IPL 2023: દિલ્હી કેપિટલ્સના કોચ પોન્ટિંગ મૂંઝવણમાં કહ્યું, ખબર નથી શું ચાલી રહ્યું છે

પંજાબના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન: ટીમમાં ઘણા સારા બેટ્સમેન હોવા છતાં તેઓ અપેક્ષા પ્રમાણે સારું પ્રદર્શન કરી શક્યા નથી. છેલ્લી મેચમાં કેપ્ટન એડન માર્કરમ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. તે પોતાની રાષ્ટ્રીય ટીમ દક્ષિણ આફ્રિકા માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ IPL રમવા માટે ભારત આવ્યો છે. તેના સિવાય પાકિસ્તાન સુપર લીગમાં મોટી ઇનિંગ્સ રમનાર હેરી બ્રુકનું બેટ સ્પિનરોએ રાખ્યું છે. છેલ્લી બે મેચમાં તેને સ્પિનરોએ આઉટ કર્યો હતો. મયંક અગ્રવાલ અને રાહુલ ત્રિપાઠીના પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે.

આ પણ વાંચો: IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સને હરાવવા છતાં CSK છે પાછળ,જાણો શું છે કારણ

Last Updated : Apr 9, 2023, 11:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.