નવી દિલ્હીઃ IPL 2023માં ગુજરાત ટાઇટન્સના સ્ટાર ખેલાડી કેન વિલિયમસનની તબિયતને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ લીગની પ્રથમ મેચમાં ગુજરાત ટીમનો કેન વિલિયમસન ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમતા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને IPLમાંથી બહાર થવું પડ્યું હતું. પરંતુ હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કેન વિલિયમસન ભારતમાં યોજાનારા ODI વર્લ્ડ કપ 2023માં ભાગ નહિ લઈ શકે.
વિલિયમસન ટીમમાંથી બહાર: ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન 2023માં ભારત દ્વારા યોજાનાર ODI વર્લ્ડ કપમાં બહાર થઈ શકે છે. IPLની 16મી સિઝનની પ્રથમ મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા કેન વિલિયમસનને ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ગુજરાતે એમ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સને 4 બોલ બાકી રહેતા 5 વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ઈજાના કારણે ગુજરાતે વિલિયમસનને ટીમમાંથી બહાર કરી દીધો હતો. પરંતુ હવે તેમના સ્વાસ્થ્ય વિશે એક અપડેટ સામે આવ્યું છે.
આ પણ વાંચો: PKBS Raj Angad Bawa Injured: પંજાબ કિંગ્સમાં મોટો ફેરફાર, 2 કરોડ બેટ્સમેનના સ્થાને 20 લાખનો ઓલરાઉન્ડર
કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત: ઘૂંટણની ઈજા સાથે સંઘર્ષ કરી રહેલા વિલિયમસને હવે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો છે. IPL 2023 માં ગુજરાત ટાઇટન્સ માટે તેની પ્રથમ મેચમાં વિલિયમસન ડીપ સ્ક્વેર લેગ બાઉન્ડ્રી પર કેચ લેતી વખતે સીધો જમીન પર પડ્યો હતો. CSKની ઇનિંગની આ 13મી ઓવર હતી. તે ઋતુરાજ ગાયકવાડના સિક્સ પર કેચ લેવા માંગતો હતો. વિલિયમસન ન્યુઝીલેન્ડનો ODI કેપ્ટન છે. આવી સ્થિતિમાં ટીમ તેની ખૂબ જ ખોટ કરી રહી છે.
આ પણ વાંચો: IPL 2023: IPLના ખેલાડીઓ જે જર્સી પહેરી રહ્યા છે તેના કાપડનું ઉત્પાદન થાય છે સુરતમાં
ઘૂંટણની સર્જરી કરાવવાની સલાહ: કેન વિલિયમસન આ દિવસોમાં ન્યુઝીલેન્ડમાં છે. ત્યાં તેણે ઈજાને કારણે ટેસ્ટ કરાવ્યો હતો. જેના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેને ACL ઈજા થઈ છે. આ કારણે ડૉક્ટરે તેમને ઘૂંટણની સર્જરી કરાવવાની સલાહ આપી છે. પરંતુ આ સર્જરી તેમના ઘૂંટણની આસપાસનો સોજો ઓછો થયા પછી લગભગ 3 અઠવાડિયામાં કરવામાં આવશે. પરંતુ હવે આવી સ્થિતિમાં શું વિલિયમસન વન ડે વર્લ્ડ કપ સુધી ફિટ થઈને પોતાની ટીમમાં સામેલ થઈ શકશે? જો આમ નહીં થાય તો ન્યૂઝીલેન્ડની મુશ્કેલીઓ વધુ વધી જશે.
(IANS)