ETV Bharat / sports

Kevin Pietersen On MS Dhoni: ધોનીનું આગામી સિઝનમાં રમવાનું નિશ્ચિત છે, CSK આ નિયમ દ્વારા ફોર્મ્યુલા નક્કી કરી શકે

IPL 2023: ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને જણાવ્યું કે કેવી રીતે ઇમ્પેક્ટ પ્લેયર રૂલ ધોનીને મદદ કરી શકે છે અને તેની મદદથી તે IPL રમવાનું ચાલુ રાખી શકે છે.

Kevin Pietersen On MS Dhoni: ધોનીનું આગામી સિઝનમાં રમવાનું નિશ્ચિત છે, CSK આ નિયમ દ્વારા ફોર્મ્યુલા નક્કી કરી શકે
Kevin Pietersen On MS Dhoni: ધોનીનું આગામી સિઝનમાં રમવાનું નિશ્ચિત છે, CSK આ નિયમ દ્વારા ફોર્મ્યુલા નક્કી કરી શકે
author img

By

Published : May 18, 2023, 12:47 PM IST

હૈદરાબાદ: IPL 2023ની શરૂઆતથી, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે એવી અટકળો ચાલી રહી છે કે તે આ સિઝન પછી ટૂર્નામેન્ટમાંથી નિવૃત્તિ લેશે. આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને જણાવ્યું કે ધોની કઈ રીતે 'ઈમ્પેક્ટ પ્લેયર' નિયમની મદદથી IPL રમવાનું ચાલુ રાખી શકે છે. દર વખતની જેમ આ વખતે પણ ધોનીને જબરદસ્ત સમર્થન જોવા મળ્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે તેની છેલ્લી ઘરેલું મેચ ચેપોક સ્ટેડિયમમાં KKR સામે 14 મે, રવિવારે રમી હતી.

કેવિન પીટરસને જણાવ્યું: હોમ ગ્રાઉન્ડ પર સિઝનની ફાઈનલ મેચ રમ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની સહિત સમગ્ર ચેન્નાઈ સુપર કિંગ્સે મેદાનમાં જઈને પ્રશંસકોનો આભાર માન્યો હતો. આ પછી અટકળો વધુ તેજ બની હતી કે ધોનીની આ છેલ્લી IPS સિઝન છે. આ દરમિયાન કેવિન પીટરસને જણાવ્યું કે તે કેવી રીતે રમવાનું ચાલુ રાખી શકે છે. પીટરસને બેટવે માટે પોતાની કોલમમાં લખ્યું છે કે, “હું રવિવારે ધોનીના સન્માન માટે ત્યાં હતો, સ્ટેડિયમ કેટલું ખીચોખીચ ભરેલું હતું તે જોવું અવિશ્વસનીય હતું. જો આ તેની છેલ્લી સિઝન હોય તો મને ખૂબ જ આશ્ચર્ય થશે. મને લાગે છે કે આ 'ઈમ્પેક્ટ પ્લેયર' ફોર્મ ખરેખર તેને ઘણી મદદ કરે છે, જ્યાં તે 20 ઓવર સુધી વિકેટ રાખી શકે છે અને જ્યાં ઈચ્છે ત્યાં બેટિંગ કરી શકે છે.

પીટરસને ધોનીના ઘૂંટણની ઈજા વિશે પણ જણાવ્યું: તમને જણાવી દઈએ કે સીઝનની શરૂઆતથી જ ધોની ઘૂંટણની ઈજા સાથે સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. તે ઘણીવાર તેના ઘૂંટણ પર આઇસ પેક સાથે જોવા મળતો હતો. ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે ઘૂંટણની ઈજા તેમને પરેશાન કરી રહી છે. પીટરસને આગળ લખ્યું, “તે કેપ્ટન તરીકે પોતાના નિર્ણયોથી ટીમને સુધારે છે અને તેની વિકેટકીપિંગ જબરદસ્ત રહી છે. એવું નથી કે તે ક્રમમાં ઉપર જાય છે, કારણ કે તે સાત, આઠ કે નવમાં નંબરે આવે છે અને થોડા બોલ રમે છે." પીટરસને ધોનીની ઈજા વિશે લખ્યું, "તેને આઠ કે નવ મહિના આરામ કરવાનો મોકો મળશે, તેના ઘૂંટણને સાજા કરી શકાશે અને ફિટ થઈ જશે અને બીજી સિઝન માટે તૈયાર થઈ જશે. મને આશા છે કે આ છેલ્લી વખત નહીં હોય. "અમે ધોની તરફ જોઈ રહ્યા છીએ. હું જાણું છું. દેશમાં દરેક ઈચ્છે છે કે તે વધુ એક સિઝન રમે."

  1. Mohammad Kaif On MS Dhoni Retirement : ધોનીએ ઘણા સંકેતો આપ્યા છે કે, આ તેની છેલ્લી IPL હશે
  2. SRH vs RCB: સનરાઇઝર્સ હૈદરાબાદ Vs રોયલ ચેલેન્જર્સ બેંગલોરની આજે ટક્કર, જાણો કોણ મજબુત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.