ETV Bharat / sports

IPL-2021:  MI અને RCB વચ્ચે 9 એપ્રિલે પ્રથમ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ - BCCI Secretary Jai Shah

IPLની 14 મી સીઝન 9 એપ્રિલથી શરૂ થશે. પ્રથમ મેચ ચેન્નઈમાં રમાશે. સીઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે. જ્યારે IPL 2021ની ફાઈનલ મેચ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે. ફાઈનલ મેચ 30 મે ના રોજ રમાશે.

IPL 2021
IPL 2021
author img

By

Published : Mar 7, 2021, 5:56 PM IST

Updated : Mar 7, 2021, 7:06 PM IST

  • IPLની 14 મી સીઝન માટે BCCI જાહેર કર્યો કાર્યક્રમ
  • 9 એપ્રિલથી IPL શરૂ થશે, 30 મે ના રોજ અમદાવાદમાં રમાશે ફાઈનલ
  • તમામ મેચ 6 શહેરોમાં રમાશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2021ની 14 મી સીઝન 9 એપ્રિલથી શરૂ થશે. IPLનો પ્રથમ મેચ 9 એપ્રિલના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે. BCCIએ રવિવારે આ જાણકારી આપી હતી.

લીગ સ્ટેજની કુલ 56 મેચ રમાશે

BCCI દ્વારા IPLનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. IPLના ટાઈમ ટેબલ પ્રમાણે લીગ રાઉન્ડના દરેક મેચ ચાર સ્થળો પર રમાશે. લીગ સ્ટેજની કુલ 56 મેચ રમાશે. જેમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકતા અને બેગ્લોરમાં 10-10 જ્યારે અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચ રમાશે.

આ પણ વાંચોઃ IPL Auction 2021: ક્રિસ મોરિસ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, 16.25 કરોડમાં RRએ ખરીદ્યો

કોઈ પણ ટીમ તેમના ઘરેલુ મેદાનમાં નહીં રમે

આ IPLની એક વિશેષતા એ છે કે, તમામ મેચ તટસ્થ સ્થળો પર રમાશે અને કોઈ પણ ટીમ તેમના ઘરેલુ મેદાનમાં નહીં રમે. તમામ ટીમ લીગ રાઉન્ડમાં 6 સ્થળોમાંથી 4 સ્થળોમાં મેચ રમશે. BCCIને આશા છે કે, તેઓ બે વર્ષ પછી દેશમાં IPLનુ સફળતાપૂર્વક આયોજન કરવામાં સફળ રહેશે. જોક, IPLમાં સ્ટેડિયમમાં મેચ જોવા માટે દર્શકોને એન્ટ્રી આપવામાં આવશે કે નહીં આવે તેને લઈને હજી સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.

9 એપ્રિલથી શરૂ થશે આઈપીએલ
9 એપ્રિલથી શરૂ થશે આઈપીએલ

11 દિવસ બે-બે મેચ રમાશે

BCCI સેક્રેટરી જય શાહે એક નિવેદનમાં જણાવ્યું કે, ગત વર્ષે UAEમાં તમામ સુરક્ષા પ્રોટોકોલની સાથે ટૂર્નામેન્ટનું સુરક્ષિત અને સફળ આયોજન બાદ BCCI હવે દેશમાં તમામ ખેલાડિયો અને ટૂર્નામેન્ટ સાથે જોડાયેલા લોકોના સ્વાસ્થ્ય અને સલામતીની સાથે IPLનું આયોજન કરવા માટે સક્ષમ છે. આ વર્ષે આઈપીએલમાં 11 દિવસ બે-બે મેચ રમાશે. દિવસના મેચ બપોરે 3:30 વાગ્યાથી જ્યારે રાત્રીના મેચ 7:30 વાગ્યાથી શરૂ થશે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે, લીગ સ્ટેજ દરમિયાન દરેક ટીમ ફક્ત ત્રણ વખત જ યાત્રા કરીને પોતાની મેચ પૂરી કરી લેશે તે પ્રમાણે ટૂર્નામેન્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આવન-જાવન ઓછી થશે અને જોખમ પણ ઓછું રહેશે. IPLની શરૂઆતની મેચમાં દર્શકોને એન્ટ્રી આપવામાં નહી આવે, જો પરિસ્થિતિ સારી રહી તો સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી આપવામાં આવી શકે.

Last Updated : Mar 7, 2021, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.