- બેંગલોરની બેટીંગ મજબુત
- રાજસ્થાનની બોલીંગ આક્રમક
- રાજસ્થાનને કરો યા મરોની સ્થિતિ
દુબઈ: IPL 2021ની 43મી મેચમાં બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ (RCB vs RR) ની ટીમો સામસામે હશે. વિરાટ કોહલીની ટીમ આરસીબી 10 મેચમાંથી 12 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્લેઓફમાં તેમનું સ્થાન લગભગ કન્ફર્મ થઈ જશે. બીજી બાજુ, રોયલ્સના દસ મેચમાંથી આઠ પોઈન્ટ છે અને તે માટે કરો યા મરોની સ્થિતિ છે
રાજસ્થાન બેંગલોર સામે હારી ગઈ તો ટોપ ફોર માટે ખૂબ જ મુશ્કેલ બની જશે. આઈપીએલની આ સિઝનમાં આરસીબીની શરૂઆત સારી ન હતી અને બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ સામેની છેલ્લી મેચમાં જોકે કોહલીની ટીમ જીતના પાટા પર પરત ફરી હતી. બે મેચથી પ્રથમ મેચ જીત્યા બાદ રાજસ્થાન અગાઉની બંને મેચ હારી ગયું છે.
રાજસ્થાન રોયલ્સની ટીમ
સંજુ સેમસન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, એવિન લેવિસ, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, ઓશેન થોમસ, મુસ્તફિઝુર રહેમાન, તબરેઝ શમ્સી, ગ્લેન ફિલિપ્સ, ચેતન સાકરિયા, રિયાન પરાગ, રાહુલ તેવાટિયા, આકાશ સિંહ, અનુજ રાવત, કેસી કારિયાપ્પા, યશસ્વી જયસ્વાલ , શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ અને મહિપાલ લોમરોર.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), નવદીપ સૈની, ગ્લેન મેક્સવેલ, ડેન ક્રિશ્ચિયન, રજત પાટીદાર, દુષ્મંથા ચમીરા, પવન દેશપાંડે, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન બેબી, વાનીંદુ હસરંગા, જ્યોર્જ ગાર્ટન, યુઝવેન્દ્ર ચહલ, શાહબાઝ અહમદ, દેવદત્ત પદ્દિકલ , કાયલ જેમ્સન, સુયશ પ્રભુદેસાઈ, કેએસ ભરત, ટિમ ડેવિડ, આકાશ દીપ અને એબી ડી વિલિયર્સ.
બંને ટીમમાં ધુરંધર ખેલાડીઓ છે, ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બેટીંગ લાઈનપ મજબુત જોવા મળે છે. જ્યારે બીજી બાજુ રાજસ્થાન રોયલ્સની બોલીંગ લાઈન આક્રમક છે. તો હવે જોવુ રહ્યુ કે, કોણ મારશે બાજી.
આ પણ વાંચોઃ IPL 2022માં વધુ 2 ટીમ નવી જોડાશે, 25 ઓક્ટોબરે થશે નિર્ણય
આ પણ વાંચોઃ RCBને હરાવ્યા બાદ ધોનીએ ખોલ્યું રહસ્ય, ઝાકળ હોય ત્યારે બનાવે છે કંઈક આવી રણનીતિ