ETV Bharat / sports

IPL 2021: મુંબઈ ઈન્ડિયન્સે પસંદ કરી બોલિંગ, ઈશાન કિશન બહાર - પંજાબની પ્લેઇંગ ઇલેવન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના 2021 સત્રમાં આજની બીજી મેચ રોહિત શર્માની કપ્તાની વાળી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને કે. એલ. રાહુલની કપ્તાની વાળી પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બન્ને ટીમોને હાલ જીતની જરૂરત છે.

MI vs PBKS
MI vs PBKS
author img

By

Published : Sep 28, 2021, 8:09 PM IST

  • હાલમાં ચાલી રહી છે મુંબઈ અને પંજાબ વચ્ચે મેચ
  • મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને બોલિંગનો લીધો નિર્ણય
  • બન્ને ટીમોનું IPLના બીજા ચરણમાં નબળું પર્ફોમન્સ

અબુ ધાબી: UAE માં IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) નું પર્ફોમન્સ ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. અત્યાર સુધીમાં તેમણે રમેલી ત્રણેય મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં તેમની પરિસ્થિતિ એવી છે કે, 10 મેચ રમ્યા બાદ માત્ર 8 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલ પર 7માં ક્રમાંકે છે.

દુબઈના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં IPL 2021ની 42મી મેચ

પાંચ વખતની ચેમ્પિયન ટીમ પંજાબ કિંગ્સ સામેની મેચમાં જો મુંબઈ આજે હારી જાય તો તેમનું પ્લે ઓફ્સમાં પહોંચવું એ ખૂબ જ મુશ્કેલ બની જશે. પંજાબના પણ 10 મેચમાં માત્ર 8 પોઈન્ટ્સ છે. જોકે, રન રેટ સારો હોવાથી ટીમ પાંચમાં સ્થાન પર છે. મુંબઈ ઈન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માએ દુબઈના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં IPL 2021ની 42મી મેચમાં પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈની ટીમને IPLમાં UAE ચરણમાં એક પણ જીત નથી મળી. જ્યારે પંજાબનું પર્ફોમન્સ પણ ઉતાર-ચઢાવ વાળો રહ્યો છે.

પંજાબની પ્લેઇંગ ઇલેવન

કે. એલ. રાહુલ (કપ્તાન), મન્દિપ સિંહ, ક્રિસ ગો, એડેન માર્કરામ, નિકોલસ પુરન, દીપક હુડ્ડા, હરપ્રીત બરાર, નાથન એલિસ, મોહમ્મદ શમી, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ

મુંબઈની પ્લેઇંગ XI

રોહિત શર્મા (કપ્તાન), ક્વિન્ટન ડીકોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, ભારત પંડ્યા, કિરણ પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, નાથન કુલ્ટર નાઇલ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.