નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાનું રિહેબિલિટેશન શરૂ કરી દીધું છે, પરંતુ શ્રેયસ અય્યર હજુ પણ તેની ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. પીઠના નીચેના ભાગમાં થતા દુખાવાથી ઐયર ખૂબ જ પરેશાન થઈ ગયા છે. આ કારણે હવે તેની આગામી સપ્તાહે સર્જરી થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. બંને ખેલાડીઓ ODI વર્લ્ડ કપ 2023 પહેલા ભારતમાં ટીમમાં પરત ફરવા માંગે છે અને ટીમના દિગ્ગજ ખેલાડીઓ સહિત તેમના ચાહકો પણ તેમની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: વિરાટ કોહલી કેચ લીધા પછી સૌરવ ગાંગુલી તરફ જુએ છે; મેચ પછી હાથ પણ ના મિલાવ્યા
સર્જરી ક્યારે થશે: બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, 'જસપ્રીત બુમરાહે ન્યૂઝીલેન્ડમાં તેની પીઠના નીચેના ભાગમાં સર્જરી કરાવી હતી, જે સફળ રહી હતી. હવે તેને પીઠનો દુખાવો થતો નથી. ડોક્ટરોએ ફાસ્ટ બોલરને સર્જરીના છ અઠવાડિયા બાદ રિહેબિલિટેશન શરૂ કરવાની સલાહ આપી હતી. બુમરાહે 14મી એપ્રિલથી બેંગલુરુમાં NCAમાં રિહેબિલિટેશન શરૂ કર્યું છે. તે જ સમયે, BCCI દ્વારા કહેવામાં આવ્યું છે કે, શ્રેયસ અય્યરની પીઠના નીચેના ભાગની સર્જરી આવતા અઠવાડિયે થવાની છે.
WTC ફાઈનલમાંથી બહાર: તે બે અઠવાડિયા સુધી સર્જનની દેખરેખ હેઠળ રહેશે અને પછી પુનર્વસન માટે NCAમાં પાછો આવશે. પીઠની ઈજા બાદ 2023માં અય્યર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો હતો. પરંતુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બે વખત રમ્યા બાદ તેને ફરીથી પડતો મૂકવામાં આવ્યો હતો. પીઠના નીચેના ભાગમાં વારંવાર થતા દુખાવાના કારણે આ સ્ટાર બેટ્સમેન IPL 2023 અને WTC ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે.
આ પણ વાંચો: IPL 2023: આ બની શકે છે મુંબઈ અને કોલકાતાની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની આગાહી
ટી20 વર્લ્ડ કપ ન રમી શક્યો: બુમરાહે સપ્ટેમ્બર 2022માં દક્ષિણ આફ્રિકા સામેની સ્થાનિક T20 મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, ત્યારથી તે સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો નથી. તે ઓસ્ટ્રેલિયામાં મેન્સ ટી20 વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો. સ્વસ્થ થયા પછી, ફાસ્ટ બોલરે આ વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુવાહાટીમાં પ્રથમ મેચના એક દિવસ પહેલા બીસીસીઆઈએ તેનું નામ ટીમમાંથી હટાવી દીધું હતું અને કહ્યું હતું કે તેને બોલિંગ માટે મજબૂત બનવાની જરૂર છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર: બુમરાહને આ વાત કહેવામાં આવી હતી, જેથી તે ફરીથી ઈજાગ્રસ્ત ન થાય. બોર્ડે તે સમયે કહ્યું હતું કે, આ માત્ર સાવચેતીના ભાગરૂપે કરવામાં આવ્યું છે. સર્જરીના કારણે બુમરાહ IPL 2023 અને ઓસ્ટ્રેલિયા સામે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ ખાતે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી પણ બહાર થઈ ગયો છે.