ETV Bharat / sports

3 જૂનથી શરૂ થશે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફિકેશન રાઉન્ડ

જાન્યુઆરી 2023માં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર પ્રથમ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ (Under-19 Women T20 World Cup) માટે ક્વોલિફિકેશન રાઉન્ડ 3 જૂનથી શરૂ થવાનો છે.

3 જૂનથી શરૂ થશે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફિકેશન રાઉન્ડ
3 જૂનથી શરૂ થશે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફિકેશન રાઉન્ડ
author img

By

Published : Jun 1, 2022, 5:45 PM IST

લંડનઃ એશિયા, યુરોપ, પૂર્વ એશિયા-પેસિફિક (EAP) અને આફ્રિકાની નવ ટીમો ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં (Under-19 Women T20 World Cup) ચાર ક્વોલિફિકેશન સ્પોટ માટે સ્પર્ધા કરશે. રાઉન્ડ 3 થી 9 જૂન સુધી મલેશિયામાં એશિયા ક્વોલિફાયરની સાથે શરૂ થશે. એશિયા ક્વોલિફાયર્સમાં 6 ટીમો ભાગ લેશે, જેમાં ભૂટાન, મલેશિયા, નેપાળ, થાઈલેન્ડ, કતાર, યુએઈનો સમાવેશ થાય છે. આ તમામ ટીમો કુલ 15 મેચ રમશે, જેમાં મુખ્ય ઈવેન્ટના વિજેતાને સ્થાન આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Vidhya Samiksha Kendra Visit : આ વખતે વાઘાણી સિસોદિયાનો કેડો કેમ નથી મૂકી રહ્યાં? નેશનલ કોન્ફરન્સમાં રાજ્યોના શિક્ષણપ્રધાનોની મુલાકાત

T20 વર્લ્ડ કપમાં 16 ટીમો લેશે ભાગ: બે ટીમો અનુક્રમે જુલાઈ અને ઓગસ્ટમાં EAP (ઇન્ડોનેશિયા, PNG) અને યુરોપ (નેધરલેન્ડ, સ્કોટલેન્ડ) ક્વોલિફાયર રમશે અને આફ્રિકા ચેમ્પિયન માટે 9 ટીમ સપ્ટેમ્બરમાં બોત્સ્વાનામાં ટકરાશે. અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ઇવેન્ટમાં 11 પૂર્ણ સભ્ય દેશો સાથે 16 ટીમો ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સીધા જ ક્વોલિફાય થશે. બાકીના પાંચ સ્થાનોમાંથી, ચાર પ્રાદેશિક ક્વોલિફાયર દ્વારા નક્કી કરવામાં આવશે, જ્યારે પાંચમું સ્થાન આપમેળે USAને આપવામાં આવશે. કારણ કે, ICCના ઈવેન્ટના સહભાગિતા માપદંડ હેઠળ સ્પર્ધા કરવા માટે USA એકમાત્ર ભાગીદાર દેશ છે.

કોવિડ-19ના કારણે સ્થગિત રહ્યો હતો: વર્ષ 2021 વર્લ્ડ કપ કોવિડ-19 રોગચાળાને કારણે વિલંબિત થયો હતો અને જાન્યુઆરી 2023 માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યો હતો. તે ICC મહિલા T20 વર્લ્ડ કપને આગળ વધારવા માટે સેવા આપશે, જે ફેબ્રુઆરી 2023 માં દક્ષિણ આફ્રિકા દ્વારા યોજવામાં આવશે.

આ પણ વાંચોઃ IPL Final 2022 : ટાઈટલ માટે કાંટાની ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે બધાની નજર

આગામી વર્ષોમાં અનેક મહિલાઓ માટે પણ હશે તકો: ICC હેડ ઓફ ઈવેન્ટ્સ ક્રિસ ટેટલીએ જણાવ્યું હતું કે, "અમે સિનિયર ઈવેન્ટમાં દક્ષિણ આફ્રિકામાં અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની યજમાની કરીને યુવા મહિલા ખેલાડીઓના વિકાસને સમર્થન આપવા માટે આતુર છીએ." તેણે વધુમાં કહ્યું કે, ICC અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ (Under-19 Women T20 World Cup) વિશ્વના ઘણા શ્રેષ્ઠ પુરૂષ ખેલાડીઓ માટે એક સારું પગલું છે. તેથી જ અમે એ જોવા માટે ઉત્સાહિત છીએ કે, કેવી રીતે U-19 નું ઉદ્ઘાટન મહિલા ક્રિકેટના વિકાસને આગળ વધારશે અને આંતરરાષ્ટ્રીય મેચોની સંખ્યામાં સુધારો કરશે.

એશિયાની મહિલાઓ પ્રતિસ્પર્ધામાં મળશે જોવા: આગામી વર્ષોમાં આ વયજૂથની મહિલાઓ માટે પણ તકો હશે. એશિયા રિજનલ ડેવલપમેન્ટ મેનેજર અમીનુલ ઈસ્લામે કહ્યું કે, તેઓ ક્વોલિફાયર્સની રાહ જોઈ રહ્યા છે અને માને છે કે, આવનારી પ્રતિભાઓને ઓળખવામાં આ એક અસરકારક પગલું હશે. તેમણે કહ્યું કે, અમે ખૂબ જ રોમાંચક પ્રવાસ શરૂ કરી રહ્યા છીએ. આવતા અઠવાડિયે મલેશિયામાં એશિયાની કેટલીક સૌથી આકર્ષક યુવા મહિલાઓ પ્રતિસ્પર્ધામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.