- ગુજરાતી હર્ષલ પટેલે હેટ્રિક લઈ ઈતિહાસ રચ્યો
- હર્ષલ પટેલ આઈપીએલ 2021 માં સૌથી વધુ વિકેટ લેનાર બન્યો
- પર્પલ કેપ લેનાર બોલરોની યાદીમાં મોખરે છે. તેણે 10 મેચમાં 23 વિકેટ પોતાના નામે કરી
દુબઇ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના હર્ષલ પટેલે ઈતિહાસ રચ્યો છે. તેણે આઈપીએલ 2021 માં હેટ્રિક લીધી હતી. તેણે મુંબઈ ઇન્ડિયન્સ સામે આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું. હર્ષલ પટેલે હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ અને રાહુલ ચાહરને આઉટ કરીને આઈપીએલની હેટ્રિક પૂરી કરી હતી. આ સિઝનની આ પ્રથમ હેટ્રિક છે. હર્ષલ પટેલ હેટ્રિક લેનાર ત્રીજો RCB બોલર છે. હર્ષલ પહેલા પ્રવીણ કુમારે 2010 માં RCB અને 2017 માં સેમ્યુઅલ બદ્રીએ હેટ્રિક લીધી હતી. આ સાથે જ હર્ષલ મુંબઈ સામે આવું પરાક્રમ કરનારો ત્રીજો ખેલાડી પણ છે.
આ પણ વાંચો : IPL-2021: પંજાબ કિગ્સે હૈદરાબાદ સન રાઈઝરને 5 રનથી હરાવ્યું
હર્ષલનું શાનદાર પ્રદર્શન
હર્ષલ પટેલે મુંબઈ ઈન્ડિયન્સ સામે 17 રનમાં ચાર વિકેટ લીધી હતી, જેના કારણે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ માત્ર 111 રનમાં સમેટાઈ ગઈ હતી. 165 રનનો પીછો કરતી વખતે તેની હાલત થઇ હતી. હર્ષલે પહેલા હેટ્રિક લીધી અને પછી તેની છેલ્લી ઓવરમાં એડમ મિલને આઉટ કરીને ચોથી વિકેટ મેળવી. હર્ષલની આશ્ચર્યજનક રમતને કારણે મુંબઈની ટીમ પાંચ વિકેટે 106 રનના સ્કોર સાથે 111 રનમાં સમેટાઈ ગઈ હતી. આરસીબીએ આ સિઝનમાં છઠ્ઠી જીત નોંધાવી છે. અને પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પોતાનું સ્થાન મજબૂત રાખ્યું છે. હર્ષલ IPL 2021 માં શાનદાર ફોર્મમાં છે. તે પર્પલ કેપ લેનાર બોલરોની યાદીમાં મોખરે છે. તેણે 10 મેચમાં 23 વિકેટ પોતાના નામે કરી છે. આ સિઝનમાં તેણે 13.56 ની સરેરાશ અને 8.58 ની ઇકોનોમી સાથે વિકેટ લીધી છે. તે બીજા ક્રમાંકિત અવેશ ખાન કરતા આઠ વિકેટ આગળ છે.
આ પણ વાંચો : વિરાટ સેનાએ 54 રનથી હિટમેન સેનાને હરાવ્યું : RCBની આક્રમક બોલિંગ અને બોલીંગ સામે MI ઢેર