CSKના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી કોરોના સંક્રમિત થતા બુધવારની મેચ રદ્દ - KRના 2 ખેલાડી પણ કોરોના સંક્રમિત
IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં હવે કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. IPLમાં પણ હવે ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હવે CSK (ચેન્નઈ સુપર કિંગ્સ)ની ટીમના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી કોરોના સંક્રમિત થયા છે, જેના કારણે ટીમના દરેક ખેલાડીને આઈસોલેટ કરવામાં આવ્યા છે. જોકે, બુધવારે CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યોજાનારી મેચ આના કારણે રદ કરી દેવામાં આવી છે. આ પહેલા KKRના 2 ખેલાડી પણ કોરોના સંક્રમિત થયા હતા.
- IPLમાં કોરોનાની એન્ટ્રી, CSKના બોલિંગ કોચ કોરોના સંક્રમિત
- કોચ લક્ષ્મીપતિ બાલાજી કોરોના સંક્રમિત થતા તમામ ખેલાડીને આઈસોલેટ કરાયા
- આઈલોસેશનમાં રહેતા તમામ ખેલાડીનો દરરોજ કોરોનાનો ટેસ્ટ થશે
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે થનારી મેચ હવે અન્ય દિવસે રમાશે. કારણ કે, બોલિંગના કોચ લક્ષ્મિપતિ બાલાજી કોરોના સંક્રમિત થયા છે. આથી CSKની ટીમને આઈસોલેશનમાં રહેવું પડી રહ્યું છે. બોર્ડની SOP અનુસાર, જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે તો તેણે 6 દિવસ સુધી આઈસોલેટ રહેવું પડશે. આ દરમિયાન તેનો RT-PCRનો ત્રણ રિપોર્ટ નેગેટિવ આવવો જોઈએ.
આ પણ વાંચોઃ KKRના બે ખેલાડી કોરોના સંક્રમિત થતાં આજની IPL મેચ રદ કરવામાં આવી
તમામ ખેલાડી બાલાજીના સંપર્કમાં આવ્યા હોવાથી આઈસોલેટ કરાયા
ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે, CSK અને રોયલ્સ વચ્ચે અરૂણ જેટલી સ્ટેડિયમમાં બુધવારે થનારી મેચ હવે આગામી સમયમાં SOP મુજબ જ આયોજિત કરાશે. બાલાજી તમામ ખેલાડીઓના સંપર્કમાં આવ્યા હતા અને એટલે જ તમામ ખેલાડીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. તેમનું દરેક દિવસે પરીક્ષણ કરવામાં આવવું જોઈએ.
આ પણ વાંચોઃ કોરોના મહામારી વચ્ચે ટ્રેડિંગ વિંડોનો ઉપયોગ કરશે MI : મહિલા જયવર્ધને
CSKના CEOએ BCCIને જાણ કરી
જ્યારે CSKના CEO કાશી વિશ્વનાથથી સંપર્ક કર્યો હતો તો તેમણે કહ્યું કે, CSKએ બાલાજીના RT-PCR ટેસ્ટ વિશે BCCIને જાણ કરી દીધી છે. આ સાથે જ તમામ ખેલાડીઓને આઈસોલેટ કરી દેવાયા છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા KKR (કોલકાતા નાઈટ રાઈડર્સ)ના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર 2 ખેલાડી કોરોના સંક્રમિત થયા હતા.