- ચેન્નઈમાં IPL 14 ની સીઝન માટે ખેલાડીઓની હરાજી
- ક્રિસ મોરિસ IPL ઈતિહાસના સૌથી મોંઘો ખેલાડી
- મોઇન અલીને ચેન્નઈ સુપર કિંગ્સે 7 કરોડમાં ખરીદ્યો
ચેન્નઇઃ IPL 14 ની સીઝન માટે ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. ક્રિસ મોરિસ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ક્રિસ મોરીસને રાજસ્થાન રોયલ્સે રૂપિયા 16.25 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે ન્યુઝીલેન્ડના કેઇલ જેમિસિન બીજા સૌથી મોંઘા ખેલાડી બન્યો છે. તેને RCB એ 15 કરોડમાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇસ 75 લાખ હતી. ઇંગ્લેન્ડના મોઇન અલીને ચેન્નઈ સુપર કિંગ્સે 7 કરોડમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈસ રૂપિયા 2 કરોડ હતી. તેના માટે સીએસકે અને પંજાબ બોલી લગાવી રહ્યા હતા, પરંતુ આખરે ચેન્નાઇએ બાજી મારી અને મોઇન અલીને તેમની ટીમમાં શામેલ કર્યો છે. આ ઉપરાંત ભારતના શિવમ દુબેને પણ 4.40 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. શિવમ દુબેની બેઝ પ્રાઈસ રૂપિયા 50 લાખ હતી.
ક્રિસ મોરીસે યુવરાજ સિંહને પાછળ છોડ્યો
ક્રિસ મોરિસ IPL ના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. રાજસ્થાને ક્રિસ મોરિસને રૂપિયા 16.25 કરોડમાં ખરીદ્યો. તેની બેઝ પ્રાઈસ 75 લાખ રૂપિયા હતી. ક્રિસ મોરીસે યુવરાજ સિંહને પાછળ છોડી દીધો છે. આજદિન સુંધી આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી યુવરાજ હતો, જોકે, ક્રિસ મોરિસે તેને હવે પાછળ છોડી દીધો છે. ઇંગ્લેન્ડના ડેવિડ મલાનને તેની બેઝ પ્રાઈસ રૂપિયા 1.50 કરોડમાં જ પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો. ચેન્નઇ સુપર કિંગ્સે ચેતેશ્વર પુજારાને તેની બેસ પ્રાઇસ પર ખરીદ્યો હતો. તેની બેસ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી.
ગ્લેન મેક્સવેલને RCBએ ખરીદ્યો
IPL 2020 માં પંજાબ તરફથી રમનારા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને આરસીબીની ટીમે રૂપિયા 14.25 કરોડમાં ખરીદ્યો છે. મેક્સવેલની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સ દ્વારા 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. સ્મિથની બેઝ પ્રાઈઝ રૂપિયા 2 કરોડ હતી. આઈપીએલની હરાજીમાં આ વખતે કુલ 291 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી છે. જેમાં કુલ 164 ભારતીય ક્રિકેટરો, 124 વિદેશી ક્રિકેટરો અને ત્રણ એસોસિએટ દેશના ક્રિકેટરોનો સમાવેશ થાય છે.