ETV Bharat / sports

ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું - અરૂણ જેટલી સ્ટેડિયમ

IPLમાં બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં CSKએ સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવી દીધું હતું. ટૂર્નામેન્ટમાં CSKની આ પાચમી જીત છે. આ સાથે જ CSK પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર પહોંચી ગઈ છે. જ્યારે હૈદરાબાદે સતત 5મી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ હૈદરાબાદ પોઈન્ટ ટેબલ પર છેક છેલ્લે ધકેલાઈ ગયું છે.

CSK
CSK
author img

By

Published : Apr 29, 2021, 10:52 AM IST

  • CSKએ ટોસ જીતીને પહેલી બેટિંગ કરી
  • સનરાઈઝર્સ હૈદરાબાદે 171 રન બનાવ્યા હતા
  • ચેન્નઈ સુપર કિંગ્સે 18.3 ઓવરમાં મેચ જીતી લીધી

ન્યૂઝ ડેસ્કઃ IPL-14 સિઝનમાં બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં CSKએ મેચ જીતી લીધી હતી. CSKએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા. તેના જવાબમાં CSKએ 18.3 ઓવરમાં આ મેચ 7 વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી હતી. ચેન્નઈના ગાયકવાડે 75 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત ફાફે 56 રન બનાવ્યા હતા. જ્યારે સુરેશ રૈનાએ 17 અને રવિન્દ્ર જાડેજાએ નોટઆઉટ 7 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ RR vs CSK: ચેન્નાઈ અને રાજસ્થાન બન્ને ટીમની વિજેતા માટેની દોડ

રાશિદ ખાને CSKના બેટ્સમેનોને હંફાવી દીધા હતા

રાશિદ ખાને 15મી ઓવરમાં ચેન્નઈને સતત બીજો ઝટકો આપ્યો હતો. મોઈન અલી પછી તેણે ફાફને આઉટ કર્યો હતો. ફાફ ડૂ પ્લેસિસ 38 બોલમાં 56 રનની ઈનિંગ રમી પેવેલિયન પરત ફર્યો હતો. મોઈન અલી 8 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. ઈનિંગની 15 ઓવરની 5મા બોલ પર રાશિદ ખાનને શિકાર બનાવ્યો હતો.

આ પણ વાંચોઃ IPL-2021ની 22મી મેચમાં RCBએ DCને 1 રનથી હરાવ્યું

ઋતુરાજ ગાયકવાડે 36 બોલમાં અડધી સદી ફટકારી

ઋતુરાજ ગાયકવાડે જોરદાર બેટિંગ કરી ઈનિંગની 12મી ઓવરમાં 36 બોલ રમીને અડધી સદી પૂર્ણ કરી હતી. આ અડધી સદી કરવા માટે ગાયકવાડે 7 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, 13મી ઓવરમાં ગાયકવાડ 75 રન બનાવીને રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. 75 રનની આ ઈનિંગમાં ગાયકવાડે 44 બોલ રમી 12 ચોગ્ગા ફટકાર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.