- ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું નિવેદન, ટેસ્ટ સીરીઝમાં બદલાવ માટે BCCIએ નથી કર્યો આગ્રહ
- કોવિડ -19 ને કારણે ક્રિકેટ કાર્યક્રમને અસર થઈ છે
- ન્યુઝીલેન્ડ સામેની મેચ સાઉધમ્પ્ટનમાં 18-22 જૂન સુધી રમાશે
મુંબઈ: ઈગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ શુક્રવારે કહ્યું કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI ) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની બાકીની મેચોનું આયોજન કરવા માટે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં બદલાવ માટે સત્તાવાર વિનંતી કરી નથી.
આ પણ વાંચો: BCCIએ બાકીની IPL મેચો મુંબઇમાં શિફ્ટ થવાની શક્યતા
કોવિડ -19 ને કારણે ક્રિકેટ કાર્યક્રમને અસર થઈ છે
રિપોર્ટ અનુસાર, મુલતવી રાખવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને પૂર્ણ કરવા માટે, BCCIએ ECBને ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ એક સપ્તાહ અગાઉ કરવાની સંભાવના વિશે પૂછ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'સંબંધિત બોર્ડ વચ્ચે અનૌપચારિક ચર્ચા થઈ છે. કોવિડ -19 મહામારીને કારણે ક્રિકેટ કાર્યક્રમને ખૂબ અસર થઈ છે.'
ન્યુઝીલેન્ડ સામેની મેચ સાઉધમ્પ્ટનમાં 18-22 જૂન સુધી રમાશે
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પૂરો થયા પછી છ અઠવાડિયાના સંભવિત અંતર પર નજર રાખી રહી છે. ન્યુઝીલેન્ડ સામેની આ મેચ સાઉધમ્પ્ટનમાં 18-22 જૂન સુધી રમાશે.
આ પણ વાંચો: 29 મેના રોજ BCCIની મહત્વપૂર્ણ બેઠક, ટી-20 વર્લ્ડ કપની હોસ્ટિંગ અંગે થશે ચર્ચા
ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચ જાણો ક્યા રમાશે
ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની સીરીઝની પ્રથમ મેચ નોટિંગહામ (4 થી 8 ઓગસ્ટ) માં રમાશે. તે પછી લોર્ડ્સ (12-16 ઓગસ્ટ), લીડ્સ (25 થી 29 ઓગસ્ટ), ઓવલ (2 થી 6 સપ્ટેમ્બર) અને માન્ચેસ્ટર (10 થી 14 સપ્ટેમ્બર)માં થશે.