હૈદરાબાદ: બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પર બે વર્ષનો પ્રતિબંધ સમાપ્ત થયો છે. ગત વર્ષે માત્ર સ્મિથના એક વર્ષનો પ્રતિબંધ રદ કરવામાં આવ્યો હતો અને હવે તેની કેપ્ટનશીપ ઉપરનો બે વર્ષનો પ્રતિબંધ રવિવારે પૂર્ણ થયો છે.
સ્મિથની સાથે ડેવિડ વર્નર પર પણ એક વર્ષ અને કેમેરોન બેનક્રોફ્ટને નવ મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધને કારણે સ્મિથ ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન ન બની શક્યો. હવે આ પ્રતિબંધ સ્મિથ પાસેથી હટાવવામાં આવ્યો છે અને તે ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનવા માટે પાત્ર છે.
બીજી બાજુ, સ્ટીવ સ્મિથ ક્રિકેટના વિરામ દરમિયાન પોતાને ફીટ રાખવા પ્રયાસમાં વ્યસ્ત છે. સ્મિથે એક ઇન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે, “સ્પષ્ટ છે કે, આ સમયે IPL શક્ય નથી. મને લાગે છે કે, આગામી કેટલાક અઠવાડિયામાં વિશે કેટલીક મીટિંગ્સ થશે. જો કે, હું શારીરિક અને માનસિક રીતે ફીટ રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જે થાય છે તે સારું છે અને જો તે નહીં હોય તો દુનિયામાં ઘણી વસ્તુઓ હશે. તેથી જ હું મારું તમામ ધ્યાન રમતો પર કેન્દ્રિત કરી રહ્યો છું.
દક્ષિણ આફ્રિકા સામે બોલ ટેમ્પરિંગના કારણે એક વર્ષ માટે પ્રતિબંધિત સ્મિથે એશિઝ સિરીઝમાં શાનદાર વાપસી કરી હતી. ઇંગ્લેન્ડ સામેની શ્રેણીની પ્રથમ મેચમાં તેણે પ્રથમ ઇનિંગ્સમાં 144 રનની સદી અને બીજી ઇનિંગમાં 142 રનની સદી રમી હતી, જેના માટે તેને "મેન ઓફ ધ મેચ" મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો.