- દુબઈમાં આજે આઈપીએલ-13ની ફાઈનલ મેચ રમાશે
- મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની થશે ટક્કર
- પોલાર્ડે આઈપીએલની સરખામણી વર્લ્ડકપ સાથે કરી
હૈદરાબાદઃ મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી ખિલાડી કાયરને પોલાર્ડનું કહેવું છે કે, વર્લ્ડ કપ ફાઈનલ બાદ આઈપીએલની ફાઈનલ સૌથી મોટી વાત છે. આઈપીએલની 13મી સીઝનની ફાઈનલ મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ એકબીજા સાથે ટકરાશે. મેચની પહેલા પોલાર્ડે કહ્યું, ફાઈનલની મેચને દબાણનું નામ આપી શકાય છે. દરેક વ્યક્તિ દબાણમાં હોય છે. તમે જીતવા માગો છો પણ ભૂલ કરવા નથી માગતા, પરંતુ દિવસના અંતમાં તમને ફાઈનલને એક સામાન્ય રમતના રૂપમાં લેવાની કોશિશ કરવી પડશે.
મુંબઈના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોલાર્ડનો વીડિયો
મુંબઈના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પોલાર્ડે કહ્યું, બધાને ખબર છે કે તેઓ મેચ જોવા માટે મેદાનમાં નહીં આવી શકે, પરંતુ તેનો આનંદ લે. આઈપીએલની ફાઈનલ વર્લ્ડ કપની ફાઈનલ જેટલી જ મહત્ત્વની છે. મુંબઈ છઠ્ઠી વખત આઈપીએલની ફાઈનલ મેચમાં પહોંચી છે અને ચાર વાર મેચ જીતી પણ ચૂકી છે. ટીમની નજર હવે પાંચમી વખત ટ્રોફી જીતવા પર છે.
પોલાર્ડ ખૂબ જ મહત્ત્વના ખિલાડીમાંથી એક
પોલાર્ડની વાત કરવામાં આવે તો તેઓ ટીમના ખૂબ જ મહત્ત્વના ખિલાડીમાંથી એક છે અને આ સત્રમાં તેમણે ખૂબ જ સારું પ્રદર્શન પણ કર્યું છે. 11 ઈનિંગ્સમાં તેમના બેટથી 190.44ના શાનદાર સ્ટ્રાઈક રેટ સાથે 259 રન જોવા મળ્યા છે અને 15 મેચમાં તેમણે ચાર વિકેટ પણ લીધી છે.