ETV Bharat / sports

આઈપીએલ 2020ઃ આજે મુંબઈ અને પંજાબ વચ્ચે મેચ, બંને ટીમ આક્રમક મુડમાં - મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કિંગ્સ ઈલેવન પંજાબ

મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ આઈપીએલની ટ્રોફી જીતવા માટે જોર લગાવી રહી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 24માંથી 13 મેચ પોતાના નામે કરી જીતની નજીક જઈ રહ્યું છે, પરંતુ કિંગ્સ ઈલેવન પંજાબ પણ પોતાની જીત મેળવવા દિવસરાત એક કરી રહ્યું છે. આ નજારો ગુરુવારે શેખ ઝાએદ સ્ટેડિયમમાં જોવા મળશે.

આઈપીએલ 2020ઃ આજે મુંબઈ વચ્ચે પંજાબ મેચ, બંને ટીમ આક્રમક મુડમાં

author img

By

Published : Oct 1, 2020, 1:42 PM IST

અબુ ધાબીઃ કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે મેચ યોજાશે, જેમાં ચાર ખિલાડીઓ રેકોર્ડ કાયમ કરી શકે છે. શેખ ઝાએદ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની મેચ ખૂબ જ રોમાંચક રહેશે. ચાર વખત ચેમ્પિયન બની ચૂકેલી ટીમ મુંબઈને પંજાબનો સામનો કરવો પડશે. પંજાબમાં રાહુલ અને અગ્રવાલનું પ્રદર્શન હાલમાં ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. બંને ટીમ ખૂબ જોશમાં જોવા મળી રહી છે.

કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યોજાયેલી મેચમાં સ્ટિવ સ્મિથે સૌથી વધારે રન માર્યા હતા. જ્યારે 224 રનનો ટાર્ગેટ પણ આપ્યો હતો. જ્યારે ઈશાન કિશનની 99 રનની શાનદાર બેટિંગ પાણીમાં ગઈ હતી. ટાર્ગેટ 224 હોવા છતાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ આ લક્ષ્યાંક મેળવવામાં નિષ્ફળ રહી હતી. પંજાબના બોલરોનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું હતું. રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસન અને રાહુલ તિવેટિયાએ આખા મેચની તસવીર જ બદલી નાખી હતી. તિવેટિયા ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તિવેટિયાએ પંજાબના પેસ બોલર શેલ્ડોન કોટરેલની ઓવરમાં 5 સિક્સ મારીને બધાના હોશ ઉડાવી દીધા હતા.

રવિ બિશ્નોઈ અને અન્ય બોલરોના ખરાબ પ્રદર્શન બાદ પંજાબના ખૂબ જ અનુભવી બોલર મોહમ્મદ શામી બોલિંગ પર આવ્યા હતા. આટલા ખરાબ પ્રદર્શન છતાં પંજાબની ટીમ એવું ઈચ્છી રહી છે કે તેઓ મુંબઈ સામે ફરી સારું પ્રદર્શન કરી શકશે. ભૂતકાળને પાછળ છોડતા તેઓ આજે મુંબઈ સામે ટકરાશે.

આજની મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સ ચિંતામાં નથી જોવા મળી રહ્યું. મુંબઈને તો પોતાના પેસ બોલર જસપ્રીત બુમરાહ જલદી રિકવર થઈ જાય અને આ મેચમાં રમે તેવી આશા છે. જોકે જસપ્રીતે આરસીબી સામેની મેચમાં એક પણ વિકેટ લીધા વગર ચાર ઓવરમાં 42 રનની લ્હાણી કરી હતી, જેની કોઈને આશા પણ નહતી. તેમ છતાં ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પોટિનસન બુમરાહને સપોર્ટ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.