દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની 31મી મેચમાં ખરાબ ફૉમમાં ઝઝુમી રહેલી કિંગ્સ ઈલેવન પંજાબનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર આ મેચમાં મેદાન નાનું હોવાને કારણે બંન્ને ટીમો રનનો વરસાદ કરી શકે છે. બોલરો માટે આ મુકાબલામાં અનેક પડકારનો સામનો કરવો પડી શકે છે.
આ મેચ દ્વારા પોઈન્ટ ટેબલમાં સૌથી નીચા સ્થાન પર રહેલી પંજાબની નજર જીત પર હશે, તો બેંગ્લોરની ટીમ છેલ્લા 2 મેચમાં મળેલી જીતની હૈટ્રિક લગાવવાની હશે. તેમની આશા પોઈન્ટ ટેબલમાં મુંબઈને પાછળ છોડવાની રહેશે.
કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ બંન્નેએ ભલે આ સીઝનમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી હોય પરંતુ ટીમ સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે.
સીઝનના પ્રથમ મેચથી જ ક્રિકેટ ફૈન્સ ક્રિસ ગેલના રમવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને એક પણ મેચ રમવાની તક મળી નથી. આ વચ્ચે હોસ્પિટલથી પરત ફરેલા ગેલએ બેંગ્લોર વિરુદ્ધ મુકાબલામાં રમવાની આશા વ્યકત કરી છે.
પંજાબની ટીમ માટે આ સીઝનમાં લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલના છગ્ગાની છોડી કોઈ પણ ખેલાડીનું સારું પ્રદર્શન રહ્યું નથી. ત્યારે જો આજે ક્રિસ ગેલ આ મેચમાં મેદાન પર આવશે તો પંજાબનો વિસ્ફોટક બેટ્સમેન સાબિત થશે.
બેંગ્લોરની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમના બેટ્સમેન દેવદત્ત પડિકલ ફૉમમાં છે. તેમને ઓપનિંગમાં જ ફિંચનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. કોહલી પણ ખરાબ ફૉમમાં છે, તો ડિવિલિયર્સને રમતા રોકવો આ સીઝનની દરેક ટીમ માટે મુશ્કેલી સાબિત થઈ રહ્યો છે.
ક્રિસ મૌરિસના આવવાથી બેંગ્લોરની બોલિંગ વધુ મજબુત બની છે. સ્પિનર યુજવેન્દ્ર ચહલ અને વૉશિંગટનની જોડી વિપક્ષી ટીમ માટે સોથી મોટી ચિંતા બનેલી છે.
સંભવિત ટીમ
કિંગ્સ ઈલેવન પંજાબ : લોકેશ રાહુલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, કરૂણ નાયર,સરફરાઝ ખાન,ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, શેલ્ડન કૉટરેલ,રવિ બિશ્નોઇ, મોહમ્મદ શમી,મુરુગન અશ્વિન, અર્શદીપ સિંહ, ક્રિસ ગેલ,મનદીપ સિંહ, હરડસ વિઝોલેન,દિપક હૂડા, હરપ્રીત બ્રરાર, મુજીબ ઉર રહમાન,દર્શન નાલકંડે,જેમ્સ નીશમ,ઇશાન પોરેલ, પ્રભસિમરન, જગદીશ સુચિત, તેજિંદર સિંહ
રોયલ ચેલેન્જર્સ બેંગલોર:વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ,એરોન ફિંચ,દેવદત્ત પડિકલ, અબ્રાહમ ડિવિલિયર્સ,જોશ ફિલિપે,વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, નવદીપ સૈની,ઉમેશ યાદવ, ડેલ સ્ટેન, યુજવેન્દ્ર ચહલ,મોઈન અલી,પવન દેશપાંડે, ગુરકીરતસિંહ માન, મોહમ્મદ સિરાજ, ક્રિસ મોરિસ,પવન નેગી,પાર્થિવ પટેલ, શાહબાઝ અહેમદ,ઇસુરુ ઉદના,આદમ ઝમ્પા, કેન રિચર્ડસન