હૈદરાબાદ: જોફરા આર્ચર ઇજાના કારણે ઇંગ્લેન્ડના શ્રીલંકાના પ્રવાસ અને IPL- 2020માંથી બહાર થયો છે. IPLમાં રાજસ્થાન રૉયલ્સની ટીમમાંથી રમનાર આર્ચરને કોણીમાં ફેક્ચર થયું છે.દક્ષિણ આફ્રિકા અને ઈગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં આર્ચર એક મેચ રમી શક્યો હતો. ત્યારબાદ તે ઈજાગ્રસ્ત થયો છે.
ICC (International Cricket Council)એ તેમના ટ્વિટર પર આર્ચરનો ફોટો શેર કરી લખ્યું કે, જોફરા આર્ચર શ્રીલંકા વિરુદ્ધ રમનારી ટેસ્ટ સીરિઝથી બહાર થયો છે, સાથે આઈપીએલમાં પણ ભાગ લેશે નહી. ઈગ્લેન્ડે શ્રીલંકાના પ્રવાસ પર 2 મેચની સીરિઝ રમશે. આ સીરિઝની પ્રથમ ટેસ્ટ 19 માર્ચથી શરુ થઈ રહી છે, અને 28 માર્ચથી આઈપીએલ શરુ થઈ રહી છે. આઈપીએલમાં આર્ચર રાજસ્થાન રૉયલ્સની ટીમમાંથી રમે છે.
રાજસ્થાન રૉયલ્સને લાગ્યો મોટો ઝટકો
2019 ઈગ્લેન્ડને વર્લ્ડકપમાં જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આર્ચર ઈજાગ્રસ્ત હોવાથી ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમ અને આઈપીએલની ટીમ રાજસ્થાન રૉયલ્સને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, બંને ટીમોમાં તે બોલર હતો.
જોફરા આર્ચરે તેમની અંતિમ મેચ આઈપીએલ સીઝન (2019)માં રાજસ્થાન ર઼ૉયલ્સ ટીમમાંથી કુલ 11 મેચ રમી છે. આ દરમિયાન તેમણે 11 વિકેટ ઝડપી હતી. 2018માં આર્ચરે 10 મેચોમાં 15 વિકેટ લીધી હતી, આપને જણાવી દઈએ કે, આર્ચરને રાજસ્થાન રોયલ્સે 2018માં 7.2 કરોડમાં ખરીદ્યો હતો.