- આજે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે
- ટીમનુ નેત્તૃત્વ શિખર ધવન કરશે
- ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ સામેલ
હૈદરાબાદ: ભારત અને શ્રીલંકા ત્રણ મેચોની વનડે સીરીઝનો પ્રાંરભ રવિવારથી થશે. આ મેચ કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમની કમાન અનુભવી બેટ્સમેન શિખર ધવનના હાથમાં છે. વાઈઝ કેપ્ટન ભુવેનેશ્વર કુમાર છે. આ ટુરમાં ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ સામેલ છે. જેમને ડેબ્યુ કરવાની તક મળશે અને કેટલાય એવા ખેલાડીઓ છે જેના કારણે ટીમને ઘણો લાભ થઈ શકે છે.
શિખર ધવન સાથે કોણ
ધવન મેચની શરૂઆત કરતો જોવા મળશે, પણ તેનો જોડીદાર કોણ હશે એ મોટો સવાલ છે. શ્રીલંકા ટુરમાં ભારતીય ટીમમાં દેવદત્ત પડિક્કલ, પૃથ્વી શો, ઋતુરાજ ગાયકવાડ, અને નીતીશ રાણા જેવા ઓપનર્સ છે, ધવન સાથે રમવા માટે આ ચારે બેટ્સમેન વચ્ચે ટક્કર જામશે. જોકે ફોમ અને આંતરરાષ્ટ્રીય અનુભવ જોવા જઈએ તો પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, રાણા અને ગાયકવાડ પર ભારી પડી શકે છે. તેમને IPL -14 અને વિજય હજારે ટ્રોફીમાં શાનદાર બેટીંગ કરી હતી.
આ પણ વાંચો : લખનઉથી પકડાયેલા આંતકવાદી DIY મોડ્યુલ પર કરી રહ્યા હતા કામ
વિકેટકિપર કોણ
આ સિવાય વિકેટકિપરની પંસદગી પણ ટીમ મેનેજમેન્ટના માથાનો દુખાવો છે. તેમણે સંજુ સેમસન અને ઈશાન કિશન માંથી કોઈ એકનું પંસદગી કરવી પડશે. મેનેજમેન્ટ જો બેટીંગની દ્રષ્ટીએ જોવા જાય તો ઈશાન કિશાનને તક મળી શકે છે. તેણે ઈગલેન્ડ સિરીઝમાં ડેબ્યુ કર્યું હતુ અને શાનદાર પ્રદર્શન કર્યું હતું.
મનિષ પાંડેને તક
ધવન અને શો બાદ ત્રણ નંબર પર સુર્યકુમાર યાદવને મોકવામાં આવી શકે છે. સૂર્યકુમાર યાદવનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ શાનદાર રહ્યું હતું. ચોથા નંબર પર મનીષ પાંડેને ઉતારવામાં આવી શકે છે. મનીષ પાંડે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યા છે. તે ટીમની અંદર-બહાર કરતો રહેતો હોય છે. મનીષ પાંડેની પાસે શ્રીલંકા ટુરમાં સારુ પ્રદર્શન કરવાની એક તક છે. તે ટીમના સૌથી અનુભવી બેટ્સમેન માંથી એક છે.
આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
યુવા બોલરો
પાંચમા નંબર પર ટીમ મેનેજમેન્ટ યુવા વિકેટકિપર ઈશાન કિશનને ઉતારી શકે છે. તે બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા આવી શકે છે. સાત ખેલાડીઓ પછી બોલરોનો નંબર આવે છે. તેમાં ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલની નિમણુંક પાક્કી છે. ટીમમાં બીજા પેસરની ભૂમિકા માટે નવદીપ સૈની અને દીપક ચહર વચ્ચે ટક્કર છે. ચાહરનુ IPL -14માં પ્રદર્શન સારૂ રહ્યું હતું, તે નીચેના નંબરે આવીને પણ રન બનાવવાનો દમ રાખે છે.
સંભવિત પ્લેઈંગ 11
શિખર ધવન, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, દિપક ચહર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ.