- Sri Lanka vs India Series 18 જુલાઈથી થશે શરૂ
- કુલ 3 વન ડે અને T 20 મેચ યોજાશે
- શ્રીલંકા ટીમમાં કોરોનાએ દસ્તક આપતા મેચ મોડી શરૂ થશે
ન્યૂઝ ડેસ્ક : શ્રીલંકા ક્રિકેટ ટીમમાં કોરોના (Corona in Sri lanka Cricket team) ના બે કેસ સામે આવ્યા બાદ શ્રીલંકા-ભારત વચ્ચે યોજાનારી 6 મેચોની સીમિત ઓવરોની સિરિઝ 13 જુલાઈના સ્થાને 18 જુલાઈથી શરૂ થશે.
BCCIના અધિકારીએ કરી પુષ્ટિ
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સિનિયર અધિકારીએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ શ્રેણી 13 જુલાઈના સ્થાને હવે 18 જુલાઈથી યોજાશે. આ નિર્ણય ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરીને લેવામાં આવ્યો છે.
સમગ્ર શેડ્યૂલ
- 18 જુલાઈ - પ્રથમ વન ડે
- 20 જુલાઈ - બીજી વન ડે
- 23 જુલાઈ - ત્રીજી વન ડે
- 25 જુલાઈ - પ્રથમ T20
- 27 જુલાઈ - બીજી T20
- 29 જુલાઈ - ત્રીજી T20
કોણ થયા હતા સંક્રમિત ?
શ્રીલંકા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન બ્રિટનથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત થયા હતા. જ્યારબાદ તમામ ખેલાડીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. જોકે, હાલમાં ખેલાડીઓ પોતાના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.