ETV Bharat / sports

મહિલા T20 સીરીઝમાં ઇંગ્લેન્ડ સામે ભારતની હાર - ભારતીય મહિલા ટીમ ઈંગ્લેન્ડ સામે હારી

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ, 8 વિકેટે 122 રન જ બનાવી શકી હતી. જવાબમાં ઇંગ્લેન્ડે 18.2 ઓવરમાં 3 વિકેટના નુકસાને લક્ષ્યનો પીછો કર્યો અને શ્રેણી 2-1થી જીતી લીધી. Ind vs England Woman T20 Series, Indian women's team lost to England , England won the T20 series,

મહિલા T20 સીરીઝમાં ઇંગ્લેન્ડ સામે ભારતની છેલ્લી મેચમાં શર્મનાક હાર

author img

By

Published : Sep 16, 2022, 6:42 PM IST

બ્રિસ્ટલ: ઉપલા ક્રમના બેટ્સમેનની નાકામી કારણે, ભારતીય મહિલા ટીમને ઇંગ્લેન્ડ સામે હારનો(Indian women's team lost to England) સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડેની ટીમે ગુરુવારે ભારતને ત્રીજી અને છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (Ind vs England Woman T20 Series) મેચમાં, ઇંગ્લેન્ડનો સાત વિકેટથી વિજય થયો હતો. ઇંગ્લેન્ડે 3 મેચોની શ્રેણીમાં (Ind vs England Woman T20 Series) 2-1 વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડે પહેલી T20માં 9 વિકેટથી જીત મેળવી હતી, જ્યારે બીજી મેચમાં ભારતે 8 વિકેટથી જીત મેળવીને સારી રીતે વાપસી કરી હતી.

ટોપ ઓર્ડર નિષ્ફળ:ભારતીય ટીમ ટોસ હાર્યા બાદ, ભારત પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો,પણ બેટ્સમેન સારો દેખાવ કરી શક્યા ન હતા. ટોપ ઓર્ડર વિખેરાઈ ગયો હતો. ભારતે માત્ર 35 રનમાં પોતાના ટોચના 5 બેટ્સમેન ગુમાવ્યા હતા. જેમાં ઓપનર શેફાલી વર્મા 5, સ્મૃતિ મંધાના 9 અને કેપ્ટન હરમનપ્રીત કૌર 5 રન બનાવી સસ્તામાં આઉટ થઈ ગયા હતા. સુભિન્ની મેઘના અને ડી હેમલતા ખાતું પણ ખોલાવી શકી ન હતી જ્યારે, સ્નેહ રાણાએ 8 બનાવ્યા હતા. 52 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી.ભારતીય બેટ્સમેનો ત્રીજી અને નિર્ણાયક મેચમાં, સારૂ પ્રદર્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળતાં ભારત 8 વિકેટે 122 રન જ બનાવી શક્યું હતું. ઈંગ્લેન્ડે 18.2 ઓવરમાં 3 વિકેટે 126 રન બનાવીને આસાન વિજય નોંધાવ્યો હતો. હવે આ બંને ટીમો વચ્ચે રવિવારથી 3 મેચની વનડે સિરીઝ રમાશે.

ઈંગ્લેન્ડની સારી શરૂઆત:જો ભારતીય ટીમ 100 રનના આંકડા સુધી પહોંચી શકી તો, તેનો શ્રેય વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષને જાય છે, જેણે 22 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. રિચા સિવાય માત્ર દીપ્તિ શર્મા 24 અને પૂજા વસ્ત્રાકર અણનમ 19 ડબલ ડિજિટ સુધી પહોંચી હતી. ઈંગ્લેન્ડ માટે સોફી એક્લેસ્ટોને 25 રન આપીને 3 વિકેટ લીધી હતી, જ્યારે સારાહ ગ્લેને 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ લીધી હતી.નાના ટાર્ગેટની સામે સોફિયા ડંકલી 44 બોલમાં 49 રન અને ડેની વ્હાઈટ 22 રને પ્રથમ વિકેટ માટે 70 રન જોડીને ઈંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી હતી. આ પછી એલિસ કેપ્સી 24 બોલમાં અણનમ 38 અને બ્રાયોની સ્મિથે 13 અણનમ 10 બોલ બાકી રહેતા, ઈંગ્લેન્ડને લક્ષ્યાંક સુધી પહોંચાડ્યું હતું. ભારત તરફથી પૂજા વસ્ત્રાકર, સ્નેહા રાણા અને રાધા યાદવે 1-1 વિકેટ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.