ETV Bharat / sports

T20 Tournament: વેસ્ટ ઈંડિઝ સામેની ટુર્નામેન્ટમાં હાર્દિક ફરી કેપ્ટન, કોહલી-રોહિત આઉટ - T20 Tournament WI

ત્રિનિદાદમાં શરૂ થનારી પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચો માટે પસંદ કરાયેલી ભારતીય T20 ટીમમાં તિલક વર્મા એકમાત્ર નવો ચહેરો હશે. ભારતીય T20 ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરશે. ભારત T20 ટીમે આ ટુર્નામેન્ટને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.

T20 Tournament: વેસ્ટ ઈંડિઝ સામેની ટુર્નામેન્ટમાં હાર્દિક ફરી કેપ્ટન, કોહલી-રોહિત આઉટ

author img

By

Published : Jul 6, 2023, 7:28 AM IST

મુંબઈઃ મુંબઈનો પ્રતિભાશાળી લેફ્ટી બેટ્સમેન તિલક વર્મા ભારતીય T20 ટીમમાં એકમાત્ર નવો ચહેરો હશે. જેનું નેતૃત્વ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રિનિદાદમાં 3 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પાંચ T20 ઈન્ટરનેશનલ મેચ માટે હાર્દિક પંડ્યા કરશે. વરિષ્ઠ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીને ફરી એકવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જે દર્શાવે છે કે, તેઓ ધીમે ધીમે રમતના ટૂંકા ફોર્મેટમાંથી બહાર થઈ રહ્યા છે.

મિડલ ઓર્ડરમાં બેટ્સમેનઃ હૈદરાબાદનો ડાબોડી બેટ્સમેન તિલક છેલ્લી બે સીઝનથી 47 મેચોમાં 142 થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે. અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી પેનલે તેની પાંચમાં નંબરની બેટિંગનું ધ્યાન આકર્ષિત કર્યું હશે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સનો ડાબોડી બેટ્સમેન રિંકુ સિંહ ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી કારણ કે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન પણ મિડલ ઓર્ડરમાં છે.

આ રહી ટીમઃ ફાસ્ટ બોલર અવેશ ખાન અને લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈ એવા બે ખેલાડીઓ છે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પુનરાગમન કર્યું છે. ટીમમાં ત્રણ કાંડા સ્પિનરો છે જેમાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ પણ 15 સભ્યોની ટીમનો ભાગ છે. ઈશાન કિશન (વિકેટકીન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન (વિકેટમેન), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમારનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

મેચનો શેડ્યુઅલઃ આઈપીએલના પર્ફોમન્સને ધ્યાને લઈને યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પાંચ T20નો કાર્યક્રમ તારીખ 3 ઓગસ્ટના રોજ શરૂ થશે. એ પછી બીજી મેચ 6 ઓગસ્ટના રોજ ગુયાનામાં રમાશે. ત્રીજી મેચ આઠ ઓગસ્ટના રોજ ગુયાનામાં રમાશે. ચોથી મેચ તારીખ 12 ઓગસ્ટના રોજ ચોથી મેચ ફ્લોરિડામાં રમાશે. જ્યારે છેલ્લી મેચ ફ્લોરિડામાં 13 ઓગસ્ટના રોજ રમાશે

  1. SAFF Championship Final: સંપુર્ણ રોમાંચથી ભરેલી રહી પેનલ્ટી, SAFF 2023 ફાઇનલમાં ભારતે કુવૈતને છેલ્લા એક ગોલથી કર્યુ પરાસ્ત
  2. IND vs WI Test : ટીમ ઈન્ડિયાને મળ્યા વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ ખેલાડી, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.