ETV Bharat / sports

ન્યુઝીલેન્ડની વિરુદ્ધ ટી-20 સિરીઝ માટે જયપુર પહોંચી ભારતીય ટીમ, ક્વોરન્ટાઇન થશે ખેલાડીઓ - ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સિરીઝ

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી-20 (T20 Match IndvsNZ) મેચ માટે ભારતીય ટીમ (Indian Cricket Team)નું જયપુર પહોંચવાનું શરૂ થઈ ગયું છે. શુક્રવારના કોચ રાહુલ દ્રવિડની (Indian Cricket Team Couch Rahul Dravid) સાથે અનેક ખેલાડીઓ જયપુર પહોંચ્યા.

ન્યુઝીલેન્ડની વિરુદ્ધ ટી-20 સિરીઝ માટે જયપુર પહોંચી ભારતીય ટીમ, ક્વોરન્ટાઇન થશે ખેલાડીઓ

author img

By

Published : Nov 12, 2021, 4:51 PM IST

  • કોચ દ્રવિડ સહિત ભારતીય ખેલાડીઓ જયપુર પહોંચ્યા
  • 14 નવેમ્બરથી ખેલાડી RCA એકેડમી પર અભ્યાસ કરશે
  • 17 નવેમ્બરના ન્યુઝીલેન્ડ સામે ટી-20 મેચ રમાશે

જયપુર: 17 નવેમ્બરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ (sawai mansingh stadium) પર ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાનારી ટી-20 (indvsnz t20 match) મેચ માટે ભારતીય ટીમનું જયપુર પહોંચવાનું શરૂ થઈ ગયું છે. ભારતીય ટીમના નવા કોચ રાહુલ દ્રવિડ (Indian Cricket Team Couch Rahul Dravid) સહિત અનેક ખેલાડી જયપુર પહોંચી ચૂક્યા છે અને આજે સાંજ સુધી લગભગ આખી ટીમ જયપુર પહોંચી જશે.

2-3 દિવસ ક્વોરન્ટાઇન રહેશે ખેલાડીઓ

ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડની સાથે અક્ષર પટેલ, હર્ષલ પટેલ, આવેશ ખાન, વેંકટેસ અય્યર શુક્રવારના જયપુર પહોંચી ચૂક્યા છે, જ્યારે ગુરૂવારના યુઝવેન્દ્ર ચહલ અને ઋતુરાજ ગાયકવાડ જયપુર પહોંચ્યા હતા. જયપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ તમામ ખેલાડી હોટલ માટે રવાના થયા, જ્યાં તેમણે 2થી 3 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે.

ખેલાડીઓએ બાયો બબલમાં રહેવું પડશે

આ ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને અન્ય ખેલાડી બપોર બાદ જયપુર પહોંચશે. ક્વોરન્ટાઇન રહ્યા બાદ 14 નવેમ્બરથી ખેલાડી RCA એકેડમી પર અભ્યાસ કરશે અને આ દરમિયાન તમામ ખેલાડીઓએ બાયો બબલમાં રહેવું પડશે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચો માટે પણ ટીમની જાહેરાત થઈ ગઈ છે. વિરાટ કોહલી આરામ પર છે, જેની જગ્યાએ અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળશે. વિરાટ મુંબઈમાં બીજી ટેસ્ટ માટે ટીમમાં સામેલ થશે અને ટીમનું નેતૃત્વ કરશે. મુંબઈ ટેસ્ટ 3 ડિસેમ્બરના છે. ટેસ્ટ મેચમાંથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને રોહિત શર્માને BCCIએ આરામ આપ્યો છે.

વર્કલોડને લઇને કોહલીએ શું કહ્યું હતું?

નામિબિયાની વિરુદ્ધ ટી-20 કેપ્ટન તરીકેની અંતિમ મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, આ તેમના કાર્યભારને મેનેજ કરવાનો સમય છે. વિરાટ કોહલીએ અતિશય કાર્યભાર અને તેના પર બનાવેલા દબાવ પર પણ વાતચીત કરી હતી. કોહલીએ કહ્યું કે, "રાહત સૌથી પહેલા (T20 કેપ્ટનસી છોડવા પર). આ એક સન્માનની વાત છે, પરંતુ ચીજોને યોગ્ય દ્રષ્ટિકોણમાં રાખવાની જરૂર છે. મને લાગ્યું કે, આ મારા કાર્યભારને મેનેજ કરવાનો યોગ્ય સમય છે. આ 6-7 વર્ષનો ભારે કાર્યભાર છે. તમામ ખેલાડીઓ શાનદાર રહ્યા, મને ખબર છે કે અમને અહીં પરિણામ નથી મળ્યા, પરંતુ અમે ખરેખર કેટલુંક સારું ક્રિકેટ રમ્યા છીએ.'

ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ માટેની ભારતીય ટીમ

ભારતની ટેસ્ટ ટીમ: અજિંક્ય રહાણે (કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ (ચેતેશ્વર પુજારા), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા (વિકેટ કીપર), કે.એસ. ભરત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, પ્રસિદ્ધ કૃષ્ણા.

આ પણ વાંચો: T20 WC : સેમીફાઇનલમાં પાકિસ્તાનનો ઑસ્ટ્રેલિયા સામે પરાજય

આ પણ વાંચો: ICC T20 બેટિંગ રેન્કિંગ 2021ઃ કોહલીની રેન્કિંગ પર અસર, રાહુલની છંલાગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.