ETV Bharat / sports

Ind vs WI T20 Series 2022: ટીમ ઈન્ડિયા પહોંચી કોલકાતા, વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે T20 સિરીઝ - વેસ્ટ ઈન્ડિઝ સામે T20

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 શ્રેણી (Ind vs WI T20 Series 2022)ની પ્રથમ મેચ 16 ફેબ્રુઆરીએ રમાશે. આ માટે ભારતીય ટીમના ખેલાડીઓ કોલકાતા પહોંચી ગયા છે.

Ind vs WI T20 Series 2022: ટીમ ઈન્ડિયા પહોંચી કોલકાતા, વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે T20 સિરીઝ

author img

By

Published : Feb 15, 2022, 3:07 PM IST

હૈદરાબાદઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સીરીઝ (Ind vs WI T20 Series 2022) બાદ હવે ટી-20 સીરીઝ 16 ફેબ્રુઆરીથી રમાશે. આ માટે તે ટીમ ઈન્ડિયા કોલકાતા (Team India reach Calcutta) પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં યોજાયેલી IPL ઓક્શન 2022 (IPL 2022 auction) પછી મોટાભાગના ખેલાડીઓનું મનોબળ વધશે. કારણ કે હરાજીમાં મોટાભાગના ખેલાડીઓને સારી એવી રકમ મળી છે.

BCCIએ એક વીડિયો શેર કર્યો

ટીમ ઈન્ડિયા કોલકાતા પહોંચ્યા બાદ BCCIએ એક વીડિયો શેર (BCCI video tweet) કર્યો છે. જેમાં ખેલાડીઓની અમદાવાદ છોડવાથી લઈને કોલકાતા સુધીની સફર બતાવવામાં આવી છે. ઘણા લોકોએ આ અંગે પ્રતિક્રિયા પણ આપી છે. તેને ઘણા યુઝર્સ દ્વારા રીટ્વીટ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ત્રીજી વનડેમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. સતત ત્રીજી જીત સાથે ભારતીય ટીમે વિન્ડીઝનો ક્લીન સ્વીપ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડેમાં 96 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 265 રન બનાવ્યા હતા, જેના જવાબમાં વિન્ડીઝની ટીમ 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

દીપક ચહરને બે-બે વિકેટ મળી

ભારતની જીતમાં શ્રેયસ અય્યર અને ઋષભ પંતે શાનદાર અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં દીપક ચહર, મોહમ્મદ સિરાજ, પ્રશાંત કૃષ્ણા અને કુલદીપ યાદવે સારો દેખાવ કર્યો હતો. સિરાજ અને કૃષ્ણાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. કુલદીપ, દીપક ચહરને બે-બે વિકેટ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને 34 અને ઓડિન સ્મિથે 36 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની બોલિંગ સામે અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો.

આ પણ વાંચો : IND vs WI : ભારતે ટોસ જીતીને બેટીંગ પસંદ કરી, 50 રનની અંદર 3 વિકેટ ગુમાવી

શ્રેયસ અય્યરે સૌથી વધુ રનનું યોગદાન આપ્યું

ભારત તરફથી બેટિંગમાં શ્રેયસ અય્યરે સૌથી વધુ 80 રનનું યોગદાન આપ્યું હતું. રિષભ પંતે પણ 56 રનની ઇનિંગ રમી હતી. બંને બેટ્સમેન વચ્ચે 110 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ પછી લોઅર મિડલ ઓર્ડરમાં દીપક ચહરે 38 અને વોશિંગ્ટન સુંદરે 33 રનનું યોગદાન આપ્યું હતું. બંને બેટ્સમેનોએ 8મી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.