ETV Bharat / sports

India vs West Indies 1st ODI : આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન ડે, સાંજે 7:00 વાગ્યાથી મેચ શરુ થશે - पहले एक दिवसीय मैच का प्रीव्यू व रिकॉर्ड

આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ બ્રિજટાઉનમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ 17 વર્ષથી ભારત સામે વન ડે શ્રેણી જીતી શક્યું નથી. આજની આ મેચમાં યુવા ખેલાડીઓને તક મળી શકે છે.

Etv BharatIndia vs West Indies 1st ODI
Etv BharatIndia vs West Indies 1st ODI
author img

By

Published : Jul 27, 2023, 1:40 PM IST

બ્રિજટાઉનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ આજે રમાશે. આજની આ મેચમાં ભારતીય ટીમ પોતાના યુવા બોલરો અને બેટ્સમેનોને અજમાવવા વધુ પ્રયાસ કરશે. આજની મેચમાં લોકોની નજર હાર્દિક પંડ્યા તેમજ સૂર્યકુમાર યાદવના પ્રદર્શન પર રહેશે, કારણ કે આ બંને ખેલાડીઓ આગામી એશિયા કપ 2023 અને ODI વર્લ્ડ કપ 2023 માટે મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. મેચનું પ્રસારણ ડી ડી સ્પોર્ટસ પર સાંજે 7:00 વાગ્યાથી કરવામાં આવશે.

ભારત 17 વર્ષથી અપરાજીત: ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે સતત 12 વનડે શ્રેણી જીતી છે. 2006માં છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝે ભારતથી વનડે શ્રેણી જીતી હતી. ત્યારથી લઈને આજ સુધી ભારતીય ટીમ હંમેશા વેસ્ટ ઈન્ડિઝ પર પ્રભુત્વ ધરાવે છે. ભારતીય ટીમ સતત 13મી વનડે શ્રેણી જીતવા માટે પ્રયાસ કરી રહી છે.

રિષભ પંતના વિકલ્પ તરીકે: ટીમમાં વિકેટ-કીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસન અને ઈશાન કિશન પોત પોતાના દાવા મજબુત કરી રહ્યા છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઇચ્છે છે કે, કેએલ રાહુલ સિવાય ઇશાન કિશન અને સંજુ સેમસનને રિષભ પંતના વિકલ્પ તરીકે અજમાવવામાં આવે, જેથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને વનડેમાં વૈકલ્પિક વિકેટ-કીપર તરીકે અજમાવી શકાય. સંજુ સેમસન ઘણી વખત ભારતની ODI ટીમમાં આવ્યો અને તેને પડતો મૂકવામાં આવ્યો. તેણે 11 વનડે રમી છે, જેમાં તેણે 66ની એવરેજથી રન બનાવ્યા છે.

કેવું રહેશે ટીમનું બોલિંગ આક્રમણ: ઋતુરાજ ગાયકવાડને આજની મેચમાં તક મળવી મુશ્કેલ લાગી રહી છે, પરંતુ કુલદીપ અને યજુવેન્દ્ર ચહલ સ્પિનની ભૂમિકા ભજવશે. બીજી તરફ ફાસ્ટ બોલરોમાં જો મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુરને તક આપવામાં આવી શકે છે. આ સિવાય હાર્દિક પંડ્યા પણ ફાસ્ટ બોલિંગમાં આ ખેલાડીઓને સપોર્ટ કરતો જોવા મળશે.

આ પણ વાંચો:

  1. Mohammed Siraj: મોહમ્મદ સિરાજ ભારત પરત ફરશે, વનડે સિરીઝ નહીં રમે
  2. ICC World Cup 2023 : ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાશે, આ છે મુખ્ય કારણ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.