નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાર્દિક પંડ્યાની (Hardik Pandya)કેપ્ટન્સીમાં શ્રીલંકા સામે વર્ષની પ્રથમ T20 મેચ (India vs Sri Lanka T20 Series) રમવા માટે તૈયાર છે. બંને ટીમો વચ્ચે 3 T-20 મેચ મુંબઈ, પૂણે અને રાજકોટમાં રમાશે. હાર્દિક પંડ્યા ટીમના કેપ્ટન હશે, જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ઋષભ પંત આ શ્રેણીનો ભાગ નહીં હોય. હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી 5 T20 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે.
હાર્દિક IPLમાં ગુજરાતની ટીમનો કેપ્ટન પણ છે: પંડ્યાની કપ્તાનીમાં ભારતે 5માંથી 4 મેચ જીતી છે, જ્યારે 1 મેચ હારી છે. હાર્દિક IPLમાં ગુજરાતની ટીમનો કેપ્ટન પણ છે. તેણે પોતાની કપ્તાનીમાં ગુજરાતની ટીમને પહેલી જ સિઝન એટલે કે, 2022માં ચેમ્પિયન પણ બનાવી હતી.
ભારત શ્રીલંકા T20 કાર્યક્રમ
ભારત-શ્રીલંકા ટી20 શ્રેણીની પ્રથમ મેચ 3 જાન્યુઆરીએ મુંબઈમાં, બીજી મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. ત્રણેય મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
આમને સામને બંન્ને ટીમો: ભારત અને શ્રીલંકા ક્રિકેટ ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 26 T20 મેચ રમાઈ છે. ભારતે આમાંથી 17 મેચ જીતી છે જ્યારે શ્રીલંકાએ આઠ મેચ જીતી છે. એક મેચ માટે કોઈ પરિણામ નથી. 2022માં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની સિરીઝ રમાઈ હતી. તે ભારતીય ટીમે 3-0થી જીતી હતી.
ભારતની ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.
શ્રીલંકાની ટીમઃ દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, સદીરા સમરવિક્રમા, ભાનુકા રાજપક્ષે, ચરિથ અસલંકા, ધનંજયા ડી સિલ્વા, વાનિન્દુ હસરાંગા, એશેન બંદારા, મહેશ થિક્શા, ચમિકા કરુણારત્ન, રાજપૂત, ડી. દુનિથ વેલાગે, પ્રમોદ મદુશન, લાહિરુ કુમારા અને નુવાન તુશારા.