નવી દિલ્હી: 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા 2023 એશિયા કપમાં ટીમ ઈન્ડિયા 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં પાકિસ્તાન સામે રમશે. ESPNcricinfo અનુસાર, ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ મુલતાનમાં રમાશે, જેમાં યજમાન પાકિસ્તાનનો સામનો નેપાળ સાથે થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં યોજાશે.
-
Asia Cup 2023 schedule is set to announce on Wednesday or Friday. [RevSportz] pic.twitter.com/9an6dlH2bX
— Johns. (@CricCrazyJohns) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Asia Cup 2023 schedule is set to announce on Wednesday or Friday. [RevSportz] pic.twitter.com/9an6dlH2bX
— Johns. (@CricCrazyJohns) July 17, 2023Asia Cup 2023 schedule is set to announce on Wednesday or Friday. [RevSportz] pic.twitter.com/9an6dlH2bX
— Johns. (@CricCrazyJohns) July 17, 2023
ભારત અને પાકિસ્તાન એક ગ્રુપમાં: એશિયા કપ કુલ 6 ટીમો ભાગ લેશે અને આ ટુર્નામેન્ટમાં 13 મેચ રમાશે, જે તમામ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારત અને નેપાળની સાથે પાકિસ્તાન ગ્રુપ Aમાં છે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ગ્રુપ Bમાં છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર ફોર સ્ટેજ માટે ક્વોલિફાય થશે અને આ સ્ટેજમાંથી ટોપ બે ટીમો ફાઇનલમાં જશે.
-
India vs Pakistan Asia Cup 2023 matches on 2nd & 10th September.
— Himanshu Pareek (@Sports_Himanshu) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Both India vs Pakistan matches will be in Dambulla or Kandy. Schedule to be officially announced on Wednesday! #AsiaCup pic.twitter.com/lwbBnmBP4X
">India vs Pakistan Asia Cup 2023 matches on 2nd & 10th September.
— Himanshu Pareek (@Sports_Himanshu) July 17, 2023
Both India vs Pakistan matches will be in Dambulla or Kandy. Schedule to be officially announced on Wednesday! #AsiaCup pic.twitter.com/lwbBnmBP4XIndia vs Pakistan Asia Cup 2023 matches on 2nd & 10th September.
— Himanshu Pareek (@Sports_Himanshu) July 17, 2023
Both India vs Pakistan matches will be in Dambulla or Kandy. Schedule to be officially announced on Wednesday! #AsiaCup pic.twitter.com/lwbBnmBP4X
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન: એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતીય ટીમ 7 વખત ચેમ્પિયન રહી છે અને શ્રીલંકાએ 6 વખત ખિતાબ જીત્યો છે. ભારત છેલ્લે 2018માં જીત્યું હતું. અગાઉ 2016માં પણ ટાઈટલ કબજે કર્યું હતું. શ્રીલંકાએ એશિયા કપ 2022ની ફાઇનલમાં જીત મેળવી હતી. જો પાકિસ્તાનની વાત કરીએ તો, તે 2 વખત ચેમ્પિયન બની ચૂક્યું છે.
એશિયા કપનો કાર્યક્રમ:
- 30 ઓગસ્ટ: પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ - મુલતાન
- 31 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા - કેન્ડી
- 2 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન - કેન્ડી
- 3 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન - લાહોર
- 4 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ નેપાળ - કેન્ડી
- 5 સપ્ટેમ્બર: શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન - લાહોર
સુપર-4નો કાર્યક્રમ:
- 6 સપ્ટેમ્બર: A1 Vs B2 - લાહોર
- 9 સપ્ટેમ્બર: B1 vs B2 - કેન્ડી
- 10 સપ્ટેમ્બર: A1 vs A2 - કેન્ડી
- 12 સપ્ટેમ્બર: A2 vs B1 - દામ્બુલા
- 14 સપ્ટેમ્બર: A1 vs B1 - દામ્બુલા
- 15 સપ્ટેમ્બર: A2 vs B2 - દામ્બુલા
સપ્ટેમ્બર 17: ફાઈનલ - કોલંબો
આ પણ વાંચો: