આ અંગે BCCIએ જાણકારી આપતા જણાવ્યું કે, હાલમાં પ્લેયરની સ્થિતિ સારી છે અને તે બેંગ્લુરૂમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહૈબલિટેશન માટે જશે. તમને જણાવી દઇએ કે, પ્રથમ વન ડે મેચમાં 44મી ઓવર પર પંતને કમિન્સની બોલિંગ પર હેલમેટ પર બોલ લાગ્યો હતો, ત્યારબાદ તે બીજી ઇનિંગ્સમાં વિકેટકીપિંગ કરવા પર મેદાન પર પહોંચ્યો નહોતો.
પંતના સ્થાને મનીષ પાંડે ફિલ્ડ પર ઉતર્યો હતો, જ્યારે લોકેશ રાહુલે વિકેટકીપિંગ કરી હતી. ટીમ ઇન્ડિયા આ મેચ 10 વિકેટેથી હારી ગઇ હતી. પ્રથમ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે શતક ફટકાર્યુ હતું. આ જીત સાથે જ કાંગારુ શ્રેણીમાં 1-0 થી આગળ છે.
મળતી માહિતી મુજબ, ઋષભ પંત રાજકોટ પ્રવાસ નહીં કરે અને ડોક્ટરની સારવાર હેઠળ રહેશે. BCCIના સુત્રોએ જણાવ્યું કે, ઋષભ પંત આજે અન્ય સભ્યો સાથે રાજકોટ પ્રવાસ નહીં કરે. આ પાછળથી ટીમ સાથે જોડાશે. હજુ પણ તે વાતની કોઇપણ સ્પષ્ટતા થઇ નથી કે બીજી મેચમાં ઋષભ પંત રમશે કે નહીં.