નવી દિલ્હી: બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 ટૂર્નામેન્ટની ત્રીજી ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચમાં યજમાન ટીમ ઈન્ડિયા માત્ર 109 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો આ ચોથો સૌથી નાનો સ્કોર છે.
-
A challenging first session on Day 1 as #TeamIndia move to 84/7.
— BCCI (@BCCI) March 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We will be back for the second session of the day shortly.
Scorecard - https://t.co/t0IGbs1SIL #INDvAUS @mastercardindia pic.twitter.com/udWgtUiMTP
">A challenging first session on Day 1 as #TeamIndia move to 84/7.
— BCCI (@BCCI) March 1, 2023
We will be back for the second session of the day shortly.
Scorecard - https://t.co/t0IGbs1SIL #INDvAUS @mastercardindia pic.twitter.com/udWgtUiMTPA challenging first session on Day 1 as #TeamIndia move to 84/7.
— BCCI (@BCCI) March 1, 2023
We will be back for the second session of the day shortly.
Scorecard - https://t.co/t0IGbs1SIL #INDvAUS @mastercardindia pic.twitter.com/udWgtUiMTP
ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોરનો રેકોર્ડ તૂટ્યો: ઓસ્ટ્રેલિયા સામે હોમ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર 104 રન રહ્યો છે. વર્ષ 2004 માં મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 104 રન બનાવ્યા હતા જે સૌથી ઓછા રન છે. આ પહેલા ભારતીય ટીમ છેલ્લા 20 વર્ષમાં 109થી ઓછા રનના સ્કોર પર આઉટ થઇ ગઈ હતી. ભારતમાં ઓસ્ટ્રેલિયા ટીમની આ 53મી ટેસ્ટ મેચ છે.
ઈન્ડિયાનો સૌથી ઓછો સ્કોર: હવે ઈન્દોરમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ટીમ ઈન્ડિયાનો ચોથો સૌથી ઓછો સ્કોર છે. આ પછી વર્ષ 2017માં પુણેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે મેચની એક ઇનિંગમાં 105 રન અને બીજી ઇનિંગમાં 107 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો Border Gavaskar Trophy : વિરાટ કોહલી ઘરઆંગણે 200મી આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર
શરમજનક રેકોર્ડ: આ ઉપરાંત વર્ષ 2017માં પુણેમાં રમાયેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની એક ઈનિંગ 105 અને બીજી ઈનિંગ 107 રનની થઈ ગઈ હતી. બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 ટૂર્નામેન્ટની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમ ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 33.2ની એવરેજથી બેટિંગ કરી શકી હતી. આ સ્કોર ટીમ ઈન્ડિયા દ્વારા ક્રિકેટના ટેસ્ટ ફોર્મેટમાં હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચના ઈતિહાસમાં સૌથી ઓછી ઓવર રહી છે.
આ પણ વાંચો IND vs AUS 3rd Test Match: ભારતનો પ્રથમ દાવ 109 રન પર જ થયો સમાપ્ત
ખરાબ શરૂઆત: મેચની શરૂઆતથી જ ઇન્ડિયાની હાલત ખરાબ થઇ હતી. મેચના પ્રથમ કલાકમાં અડધી ટીમ ઘરભેગી થઇ ગઈ હતી. ભારતની અડધી ટીમ આઉટ થઈ ગઈ છે. ઇન્ડિયા માટે કોહલીએ સૌથી વધુ 22 રન બનાવ્યા હતા અને છેલ્લે બોલર ઉમેશ યાદવે 17 રન બનાવીને ટીમ ઈન્ડિયાને 100 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી.