અમદાવાદ: ટીમ ઈન્ડિયાએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચ વિકેટે જીતી લીધી છે. આ સાથે ભારતે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ટેસ્ટ શ્રેણી 1-0થી જીત્યા બાદ ભારતીય ટીમ વનડે શ્રેણી પણ જીતવાથી એક પગલું દૂર છે. જ્યારે, વેસ્ટ ઈન્ડિઝ માટે ટીમ અને ફોર્મેટ બદલાઈ રહ્યા છે, પરંતુ પરિણામ એક જ છે. વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ આ ટીમે નવી શરૂઆત સાથે ભારત સામે મેદાનમાં ઉતર્યું હતું, પરંતુ આ ટીમ 23 ઓવરમાં 114 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે 22.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા અને જીત મેળવી.
-
Starting the ODI series on a winning note 👏 👏#TeamIndia | #WIvIND pic.twitter.com/fVbEHRSmAw
— BCCI (@BCCI) July 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Starting the ODI series on a winning note 👏 👏#TeamIndia | #WIvIND pic.twitter.com/fVbEHRSmAw
— BCCI (@BCCI) July 27, 2023Starting the ODI series on a winning note 👏 👏#TeamIndia | #WIvIND pic.twitter.com/fVbEHRSmAw
— BCCI (@BCCI) July 27, 2023
શરૂઆતથી વિરોધી ટીમ પર દબાવ: આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હાર્દિક પંડ્યા દ્વારા બોલિંગની શરૂઆત કરાઈ હતી. બીજા છેડેથી મુકેશે નવો બોલ લીધો હતો. મુકેશે પોતાની પ્રથમ ODIમાં પ્રથમ ઓવર મેઇડન કરી હતી. આ પછી હાર્દિકે તેની બીજી ઓવરમાં કાયલ મેયર્સને પેવેલિયન મોકલી દીધો હતો. બ્રાન્ડોન કિંગ અને એલીક અથાનાઝે 38 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ મુકેશ કુમારે અથાનાઝને પેવેલિયન મોકલી દીધા હતા.
ભારતીય સ્પિનરોનો તરખાટ: બોલરોને પીચમાંથી થોડી મદદ મળી રહી હતી, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ક્રિઝ પર જોરદાર રમવાનો પ્રયાસ કર્યો ન હતો. કિંગ પણ 17 રન બનાવીને શાર્દુલ ઠાકુરના હાથે બોલ્ડ થયો હતો. આ પછી ભારતના સ્પિન બોલરોએ વિકેટ લેવાની જવાબદારી સંભાળી હતી. રવિન્દ્ર જાડેજાએ શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ અને રોવમેન પોવેલને આઉટ કર્યા હતા. આ દરમિયાન કેરેબિયન કેપ્ટન શાઈ હોપ એક છેડે ઊભો રહ્યો અને રન બનાવતો રહ્યો, પરંતુ કોઈએ તેને સાથ આપવાનો પ્રયાસ કર્યો નહીં.
કુલદીપ યાદવનો ઘાતક સ્પેલ: વેસ્ટ ઈન્ડિઝની છ વિકેટ પડતાં, રોહિત શર્માએ કુલદીપ યાદવને બોલ સોંપ્યો અને તેણે વેસ્ટ ઈન્ડિઝના ટેલેન્ડરોને સસ્તામાં આઉટ કર્યા. કુલદીપે ચારેય વિકેટ ઝડપી હતી. અંતે શાઈ હોપ પણ કુલદીપનો શિકાર બન્યો હતો. હોપે પોતાની ટીમ માટે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. તેમના સિવાય માત્ર અથાન્જે 22, કિંગ 17 અને હેટમાયર 11 બે આંકડાને પાર કરી શક્યા. વેસ્ટ ઈન્ડિઝના સાત બેટ્સમેન બે આંકડાને સ્પર્શી શક્યા ન હતા.
ટાર્ગેટનો પીછો કરતા ભારતની પાંચ વિકેટ પડી: 115 રનનો સરળ ટાર્ગેટ આપ્યા બાદ રોહિતે ઈશાન કિશનને શુભમન ગિલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવા મોકલ્યો. ગિલ આ મેચમાં પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને સાત રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્રીજા નંબરે આવેલા સૂર્યકુમાર યાદવે પણ 19 રન બનાવ્યા હતા. ચોથા નંબર પર મોકલાયા બાદ હાર્દિક સારી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ કમનસીબે રનઆઉટ થયો હતો. ઈશાન કિશનના બેટમાંથી નીકળેલો બોલ બોલરના હાથ સાથે અથડાઈને સ્ટમ્પ પર વાગ્યો અને હાર્દિકને પેવેલિયનમાં જવું પડ્યું. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા જાડેજા 16 રને અણનમ રહ્યો હતો, પરંતુ ઈશાન કિશન 52 રને આઉટ થયો હતો. શાર્દુલ પણ છઠ્ઠા નંબરે આવ્યો હતો, પરંતુ એક રન બનાવીને આઉટ થયો હતો. અંતે રોહિત શર્મા સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો અને તેણે 12 રન બનાવ્યા અને ચાર બાઉન્ડ્રી વડે મેચ પુરી કરી. ભારતે પાંચ વિકેટ ગુમાવી હોવા છતાં વિરાટ કોહલી આ મેચમાં બેટિંગ કરવા આવ્યો ન હતો. જો તેને બેટિંગ માટે બહાર આવવું પડતું તો તે પ્રથમ વખત હશે જ્યારે તે નંબર આઠ અથવા તેનાથી નીચે બેટિંગ કરશે. વેસ્ટ ઈન્ડિઝ માટે ગુડાકેશ મોતીએ બે અને જેડેન સેલ્સ-યાનિક કારિયાએ એક-એક વિકેટ લીધી હતી.