ETV Bharat / sports

ભારતે ઝિમ્બાબ્વે સામેની વનડે સીરીજની પ્રથમ મેચ 10 વિકેટે જીતી

author img

By

Published : Aug 19, 2022, 6:11 PM IST

ભારતે ઝિમ્બાબ્વે સામેની વનડે સીરીજની પ્રથમ મેચ 10 વિકેટે જીતી લીધી છે. શિખર ધવન (81) અને શુભમન ગિલ (82)એ શાનદાર બેટિંગ કરી હતી. IND vs ZIM ODI Series, Good to see bowlers put the ball in right areas, says KL Rahul, ODI Series

Etv Bharatભારતે ઝિમ્બાબ્વે સામેની વનડે સીરીજની પ્રથમ મેચ 10 વિકેટે જીતી લીધી

હરારે ભારતના કાર્યવાહક કેપ્ટેન કેએલ રાહુલે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ODI સીરીજની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વે સામે 10 વિકેટથી મળેલી જીત બદલ તેના બોલરોની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે બોલરો શિસ્તબદ્ધ હતા અને સારી બોલિંગ કરી હતી. 25 વધારાના રન આપવા છતાં, દીપક ચહર, પ્રશાંત કૃષ્ણા અને અક્ષર પટેલે ત્રણ ત્રણ વિકેટ લીધી, કારણ કે ભારતે ઝિમ્બાબ્વેને 40.3 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ કરી દીધું.

આ પણ વાંચો ભારતીય કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય

કે એલ રાહુલે કહ્યુ રાહુલે મેચ બાદ કહ્યું કે, મેચમાં વિકેટ લેવી મહત્વપૂર્ણ છે. તે જ સમયે પિચમાંથી સ્વિંગ અને સીમની મૂવમેન્ટ પણ મળી રહી હતી. પરંતુ તેને યોગ્ય વિસ્તારોમાં બોલ મૂકતા અને શિસ્તબદ્ધ બોલિંગ કરતા જોઈને આનંદ થયો. લાંબા સમય પછી પરત ફરતા રાહુલ અને ચહર માટે આ પ્રથમ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચ હતી. રાહુલે કહ્યું કે, ઈજા બાદ વાપસી કરીને હું ખુશ છું. અમે ઘણું ક્રિકેટ રમીએ છીએ, જેના કારણે ઇજાઓ તેનો એક ભાગ છે. રમતથી દૂર રહેવું મુશ્કેલ છે. અમે ફિઝિયો સાથે રહેવા કરતાં 365 દિવસ રમવાનું પસંદ કરીશું.

ઝિમ્બાબ્વેના કેપ્ટન રેજિસ ચકાબ્વા ઝિમ્બાબ્વેના કેપ્ટન રેજિસ ચકાબ્વાએ સ્વીકાર્યું કે ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને અમારા બેટ્સમેનોને રોક્યા હતા. ઇવાન્સ (33) અને નગરવા (34)ના શાનદાર વળતા હુમલાઓએ નવમી વિકેટ માટે વિક્રમી 70 રનની ભાગીદારી નોંધાવીને ઝિમ્બાબ્વેને 200ની નજીક પહોંચાડવામાં મદદ કરી હતી, જોકે તેઓ 189 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ભારત શનિવારે બીજી મેચમાં 1 0 ની લીડ સાથે ત્રણ મેચની શ્રેણી પર કબજો કરવા પર રહેશે.

IND vs ZIM ODI Series, Good to see bowlers put the ball in right areas, says KL Rahul, india vs Zimbabwe, ODI Series

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.