સેંચુરિયન: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા (India Won First Test Against SA)ને 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા દાવમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે સેન્ચુરિયન ટેસ્ટમાં 113 રનના વિશાળ માર્જિનથી જીત (Ind vs SA First Test 2021) મેળવી શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી (Ind vs SA Test Series 2021-22) છે.
બુમરાહ-શમીએ 3-3 વિકેટ ઝડપી
ભારત તરફથી બીજા દાવમાં જસપ્રિત બુમરાહ (Bumrah against south africa) અને મોહમ્મદ શમી (Shami against south africa)એ 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી. ઉલ્લેખનીય છે કે, લંચ બાદ મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરતા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન (South African batsman against India) માર્કો જેન્સનને પેવેલિયન મોકલીને દક્ષિણ આફ્રિકાને આઠમો ઝટકો આપ્યો હતો.
પ્રથમ દાવમાં રાહુલની સદીથી ભારતે મજબૂત સ્કોર બનાવ્યો હતો
આ પછી બેટિંગ કરવા આવેલા કાગીસો રબાડાને રવિચંદ્રન અશ્વિને ખાતું ખોલાવ્યા વિના જ આઉટ કર્યો હતો. તેણે એન્ગિડીને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાની ટીમને ઓલ આઉટ (South African Team All Out Against India) કરી હતી. ભારતે આ મેચ 113 રને જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ દાવમાં ભારતે કે.એલ. રાહુલના 123 રન અને મયંક અગ્રવાલના 60 રનની મદદથી 327 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આફ્રિકા પ્રથમ દાવમાં 197 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી પ્રથમ દાવમાં શમીએ 5 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: YEAR ENDER 2021: સ્પોર્ટ્સ જગતના સિતારા જેમણે ક્રિકેટમાં રાજ કર્યું, જાણો તેમના વિશે
આ પણ વાંચો: English Premier League : ખિતાબની નજીક પહોંચવાની મેનચેસ્ટર સિટી