ETV Bharat / sports

IND vs ENG 2nd Test Day 1: કે. એલ. રાહુલે સદી ફટકારી દિવસ ભારતને નામે કર્યો

ભારત અને ઈંગ્લેન્ડ (India and England) વચ્ચેની બીજી ટેસ્ટ મેચ (Second Test Match)નો પહેલો દિવસ પૂર્ણ થયો છે ત્યારે ભારતે કે. એલ. રાહુલ (K. L. Rahul)ની સદીની સાથે 3 વિકેટ ગુમાવીને 275 રન બનાવ્યા છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં ભારતીય ધૂરંધર બેટ્સમેન કે. એલ. રાહુલે (K. L. Rahul) શાનદાર સદી ફટકારી છે. કે. એલ. રાહુલે આ મેચમાં 127 (નોટઆઉટ) રન બનાવ્યા છે.

IND vs ENG 2nd Test Day 1: કે. એલ. રાહુલે સદી ફટકારી દિવસ ભારતને નામે કર્યો
IND vs ENG 2nd Test Day 1: કે. એલ. રાહુલે સદી ફટકારી દિવસ ભારતને નામે કર્યો
author img

By

Published : Aug 13, 2021, 8:56 AM IST

  • ભારત અને ઈંગ્લેન્ડ (India and England) વચ્ચેની બીજી ટેસ્ટની (Second Test Match) પહેલો દિવસ પૂર્ણ
  • પહેલા જ કે. એલ. રાહુલે (K. L. Rahul) સદી ફટકારી દિવસ ભારતના નામે કર્યો
  • ભારતે (Indian) 3 વિકેટ ગુમાવીને 275 રન બનાવ્યા છે

ન્યૂઝ ડેસ્કઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ત્યારે ભારતે પહેલા જ દિવસે 3 વિકેટ ગુમાવીને 275 રન બનાવ્યા છે. તો કે. એલ. રાહુલની સદીના દમ પર ભારતે ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે સારો સ્કોર બનાવ્યો છે. કે. એલ. રાહુલે આ મેચમાં 127 (નોટઆઉટ) રન બનાવ્યા છે. જ્યારે વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે (1)ની સાથે ક્રિઝ પર હાજર છે. કે. એલ. રાહુલ (K. L. Rahul) સિવાય ભારત માટે રોહિત શર્માએ (Rohit Sharma) 83 અને વિરાટ કોહલીએ (Virat Kohli) 42 રનની ઈનિંગ રમી હતી. જ્યારે ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara)એ ફરી એક વાર નિરાશ કર્યા છે. તે 9 રન બનાવીને આઉટ થયો હતો.ત

આ પણ વાંચો- Tokyo Paralympics: 54 ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સ માટે થયા રવાના

રોહિત તથા રાહુલ વચ્ચે પહેલી વિકેટ માટે 126 રનની ભાગીદારી થઈ

તો ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને (James Anderson) 2 અને રોબિંસને 1 વિકેટ લીધી હતી. જ્યારે બીજા દિવસે ભારતની નજર મોટા સ્કોર પર હશે. આ પહેલા ટોસમાં વરસાદના કારણે વિલંબ થયો હતો. ઈંગ્લેન્ડે ફરી ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત સારી રહી અને રોહિત તથા રાહુલ વચ્ચે પહેલી વિકેટ માટે 126 રનની ભાગીદારી થઈ.

આ પણ વાંચો- દિલ્હીમાં બનશે સ્પોર્ટ્સ હોસ્ટેલ, પેરિસ ઓલિમ્પિક્સ માટે તૈયારીઓ કરી શકશે ખેલાડીઓ

કોહલી 42 રન બનાવી પરત ફર્યો

જોકે, રોહિત સદી બનાવી ન શક્યો અને 145 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી 83 રન બનાવીને આઉટ થયો હતો. તો નવા બેટ્સમેન તરીકે ઉતરેલા ચેતેશ્વર પૂજારા 23 બોલ પર એક ચોગ્ગો ફટકારી માત્ર 9 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી બેટિંગ કરવા આવ્યો અને તેણે કે. એલ. રાહુલ સાથે મળીને ત્રણ વિકેટ માટે સદીની ભાગીદારી કરી. બંને બેટ્સમેને મળીને 117 રન બનાવ્યા હતા. જોકે, દિવસ પૂર્ણ થવાની કેટલીક ઓવર પહેલા જ રોબિંસને વિરાટ કોહલીને આઉટ કરી દીધો હતો. તો આ મેચમાં કે. એલ. રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની છઠ્ઠી સદી ફટકારી છે.આ ઈંગ્લેન્ડ સામે તેનો ત્રીજી અને ઘરની બહાર ચોથી સદી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.