ETV Bharat / sports

Ind VS Eng 2nd T20: ભારતે ઈગ્લેન્ડને 49 બોલથી પરાસ્ત કર્યું, બોલર્સનો તરખાટ જોવા મળ્યો - India Vs Eng T20 Series

રવિન્દ્ર જાડેજા (46)ના અણનમ અને બોલરોના જોરદાર પ્રદર્શનને કારણે ભારતીય ટીમે શનિવારે બીજી T20 ઈન્ટરનેશનલ (T20 International) મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. બર્મિંગહામમાં રમાયેલી બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Ind VS Eng 2ed T20: ભારતે ઈગ્લેન્ડને 49 બોલથી પરાસ્ત કર્યું, બોલર્સનો તરખાટ જોવા મળ્યો

author img

By

Published : Jul 9, 2022, 11:01 PM IST

બર્મિંગહામઃ ભારતે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું છે. આ સાથે ભારતે ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0ની (T20 International) અજેય સરસાઈ મેળવી લીધી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે આઠ વિકેટે 170 રન (India Vs Eng T20 Series) બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં અણનમ 46 રનની ઈનિંગ્સ રમી હતી, જેમાં પાંચ ચોગ્ગા સામેલ હતા.

આ પણ વાંચો: IND vs ENG: રોહિતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ અનુભવીઓને પણ પાછળ છોડી દીધા

કોહલી ફરી ફેઈલ: આ સિવાય રોહિત શર્માએ 31 અને રિષભ પંતે 26 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નહોતો અને માત્ર એક રન બનાવી શક્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને ચાર અને રિચર્ડ ગ્લેસને ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા હતા. શ્રેણીની ત્રીજી મેચ રવિવારે રમાશે. ભારતે શાનદાર બોલિંગના આધારે બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવી શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા હવે ત્રણ ટી20 મેચોની શ્રેણીમાં 2-0થી આગળ છે. જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ સમાપ્ત થઈ ત્યારે એવું લાગતું હતું કે 170 રન ઓછા ન પડવા જોઈએ, પરંતુ ભારતીય ટીમની બોલિંગે એવો ચમત્કાર કર્યો કે ઈંગ્લેન્ડ ક્યાંય ટકી શક્યું નહીં. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 121ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: IND vs WI ODI : વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમનું કરાયું એલાન, ટીમની કમાન સોંપાઇ...

બોલર્સનો તરખાટ: ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં ભુવનેશ્વર કુમાર સૌથી મોટો હીરો સાબિત થયો, જેણે ત્રણ વિકેટ ઝડપી. ભુવીએ ફરી એકવાર પોતાના સ્વિંગથી શાનદાર પ્રદર્શન કર્યું અને શરૂઆતમાં બંને ઓપનર વહેલા પેવેલિયન પરત ફર્યા. ભુવનેશ્વરે પોતાના સ્પેલમાં માત્ર 15 રન આપ્યા હતા. આ માટે ભુવીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.