અમદાવાદ: ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનો ચોથો મેચ અમદાવાદમાં રમાઈ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ શરૂઆત શાનદાર રીતે કરી નાંખી હતી. પહેલી ઈનિંગ્સમાં રન મશીન સમાન બેટ્સમેન ટ્રેવિસ હેડને આઉટ કરીને મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. આ વિકેટ અશ્વીને ઝડપી લીધી હતી. માર્નસ લાબુશેનની વિકેટ શમીએ ઝડપી લીઘી હતી. પણ આ પહેલી ઈનિંગ્સમાં ભારતીય બોલર્સ માત્ર બે વિકેટ લેવામાં જ સફળ પુરવાર થયા હતા.
-
Add a maiden Test hundred in India to the mix 👏
— ICC (@ICC) March 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Usman Khawaja's top form has been a factor in the revival of Australia in this series
More 👇#INDvAUS | #WTC23https://t.co/SlPCXYCpVs
">Add a maiden Test hundred in India to the mix 👏
— ICC (@ICC) March 9, 2023
Usman Khawaja's top form has been a factor in the revival of Australia in this series
More 👇#INDvAUS | #WTC23https://t.co/SlPCXYCpVsAdd a maiden Test hundred in India to the mix 👏
— ICC (@ICC) March 9, 2023
Usman Khawaja's top form has been a factor in the revival of Australia in this series
More 👇#INDvAUS | #WTC23https://t.co/SlPCXYCpVs
આ પણ વાંચો: એક હાથમાં ચા, બીજામાં રોટલી સાથે નીરજ ચોપરાએ જણાવી ટેન્શન ભગાડવાની રીત
જોરદાર બેટિંગ: એ પછીના સમયમાં ઉસ્માન અને સ્ટીવની જોડીએ જમાવટ કરી દીધી હતી. સ્ટીવ સ્મિથની વિકેટ જાડેજાએ લેતા ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ. જ્યારે શમીએ હૈંડ્સકોમ્બની વિકેટ ખેરવી નાંખી હતી. આવી ઘાતક બોલિંગ સામે થોડા સમય માટે ઓસ્ટ્રેલિયાની ટીમ પર પ્રેશર ઊભું થયું હતું. પહેલા દિવસની વાત કરવામાં આવે તો ઓસી. ટીમે ચાર વિકેટના નુકસાનથી 255 રન બનાવી દીધા હતા. જ્યારે ઉસ્માન ખ્વાજાએ 13 મી વખત પોતાની સદી ફટકારી હતી. જોકે, સદીના મામલે મોદી સ્ટેડિયમમાં વધુ એક રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ખેલાડીના નામે રેકોર્ડ થયો હતો.
-
4TH Test. 156.5: Mohammad Shami to Todd Murphy 4 runs, Australia 448/8 https://t.co/KjJudHw47Q #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) March 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">4TH Test. 156.5: Mohammad Shami to Todd Murphy 4 runs, Australia 448/8 https://t.co/KjJudHw47Q #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) March 10, 20234TH Test. 156.5: Mohammad Shami to Todd Murphy 4 runs, Australia 448/8 https://t.co/KjJudHw47Q #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) March 10, 2023
બેટિંગ પીચ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીચ બેટિંગ માટે શ્રેષ્ઠ છે. અશ્વિન અને જાડેજાની બોલિંગ પણ જોરદાર રીતે જોવા મળી રહી છે. બન્ને ખેલાડીઓએ એક એક વિકેટ ખેરવીને ઓસી. ટીમ પર પ્રેશર ઊભું કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સુધી પહોંચવા માટે કોઈ પણ કાળે આ મેચને જીતવી પડે એમ છે. જ્યારે ઓસી.ની ટીમ ત્રીજી ટેસ્ટ જીતીને ચેમ્પિયનશીપ ફાઈનલ સુધી પહોંચી ગઈ છે. તારીખ 7થી 11 જૂન સુધી લંડનમાં ટેસ્ટ ક્રિકેટની ફાઈનલ મેચ રમાશે.
આ પણ વાંચો: WPL Today Fixtures : RCB હારી ગયું છે ત્રણ મેચ, આજે યુપી વોરિયર્સ સાથે સ્પર્ધા કરશે
બીજા ક્રમે ઈન્ડિયા: આ રેંકની વાત કરવામાં આવે તો અત્યાર સુધીના ભારતીય ક્રિકેટ ટીમના પર્ફોમન્સને જોતા ટીમ બીજા ક્રમે રહી છે. ગુરૂવારે ચોથા મેચની શરૂઆતમાં ઓસી. અને ભારતના વડાપ્રધાન અમદાવાદ આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એન્થની એલ્બનીઝે સ્ટેડિયમમાં લોકોનું અભિવાદન ઝીલીને બન્ને ટીમના ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડી સાથે હાથ મિલાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.