- ICCએ વન-ડે રેન્કિંગની યાદી જાહેર કરી
- વિરાટ અને રોહિત ટોપ 3માં યથાવત્
- વિરાટ પાકિસ્તાનના બાબર આઝમથી 8 પોઈન્ટ પાછળ
દુબઈઃ વિરાટ કોહલી 857 રેટિંગ પોઈનટ્સની સાથે બીજા નંબર પર છે. તેઓ પાકિસ્તાનના બાબર આઝમથી હવે 8 જ પોઈન્ટ પાછળ છે, જેણે હાલમાં જ દક્ષિણના પ્રવાસ દરમિયાન જોરદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલી અને રોહિત બંને ભારતીય બેટ્સમેન છે, જે ટોપ 10માં યથાવત છે. જોકે, અન્ય ધૂંઆધાર બેટ્સમેન શિખર ધવન 18મા નંબર પર છે.
આ પણ વાંચો- શિવા થાપાએ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં સતત 5મો પદક મેળવી, સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
બોલરોની યાદીમાં જસપ્રીત બુમરાહ 690 પોઈન્ટ સાથે 5મા સ્થાન પર છે. તો ન્યૂ ઝિલેન્ડના ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટ 737 પોઈન્ટની સાથે ટોપ પર છે. તેના પછી બાંગ્લાદેશના ઓફ સ્પિનર મેહદી હસ 725 પોઈન્ટ સાથે બીજા ક્રમાંક પર છે.
આ પણ વાંચો- એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મોહમ્મદ હુસામુદ્દીને ભારતને પ્રથમ જીત અપાવી
ICC વન-ડે રેન્કિંગની યાદીમાં રવિન્દ્ર જાડેજા 9મા સ્થાને
તો ઓલરાઉન્ડર્સની યાદીમાં રવિન્દ્ર જાડેજા 9મા સ્થાન પર છે. જ્યારે બાંગ્લાદેશના શાકિબ અલ હસન 396 પોઈન્ટ સાથે પહેલા ક્રમાંક પર છે. તો ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સ 295 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે.