ETV Bharat / sports

World Cup 2023 : ભારત અને ન્યુઝીલેન્ડ મેચની ટિકિટનું બ્લેકમાં વેચાણ, એક વ્યક્તિની ધરપકડ

ICCએ ટિકિટના ઓનલાઈન વેચાણની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પરંતુ ત્યાં પણ ટિકિટ સરળતાથી મળતી નથી. આથી ક્રિકેટ ચાહકો બમણા પૈસા આપીને બ્લેક ટિકિટ ખરીદી રહ્યા છે. મુંબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ મેચની ટિકિટ બ્લેકમાં વેચવાનો પ્રયાસ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Etv BharatWorld Cup 2023
Etv BharatWorld Cup 2023
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 12:53 PM IST

મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં બુધવારના રોજ યોજાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલની ટિકિટના બ્લેક માર્કેટિંગના આરોપમાં મહારાષ્ટ્ર પોલીસે અહીં શહેરના મલાડમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, દરેક ટિકિટ ₹27,000 થી ₹2,50,000 સુધીની હતી, જે વાસ્તવિક દરો કરતાં લગભગ 10 થી 100 ગણી કિંમત વધુ છે.

એક વ્યક્તિની ધરપકડ: સર્કલ 1ના ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રવીણ મુંડેએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો વાનખેડે સ્ટેડિયમ ખાતે વર્લ્ડકપ ભારત અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ મેચની ટિકિટો કાળાબજારમાં વેચી રહ્યાં છે. આ માહિતીના આધારે સર જેજે માર્ગ પોલીસની ટીમે વધુ તપાસ કર્યા બાદ આકાશ કોઠારીની અટકાયત કરી હતી.

લાખોના ભાવમાં ટિકિટની કાળા બજારી: ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ આકાશ કોઠારી તરીકે કરવામાં આવી છે અને તેને જેજે પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મહાનગરના ઉત્તર ભાગમાં તેના ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો.વોટ્સએપમાં ફરતા મેસેજ દર્શાવે છે કે ટિકિટો રૂપિયા 27,000 થી રૂપિયા 2.5 લાખની રેન્જમાં વેચાઈ રહી હતી, એમ તપાસ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું.

19 નવેમ્બરે ફાઈનલ મેચ અમદાવાદમાં: ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં માત્ર ત્રણ મેચો બાકી છે. જેમાં પ્રથમ સેમી ફાઈનલ બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, જ્યારે ગુરુવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બીજી સેમી ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે.

આ પણ વાંચો:

  1. Ross Taylor on India vs New Zealand Semi-final : વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા રોસ ટેલરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...
  2. WORLD CUP 2023: ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડનો મુકાબલો કરવા મુંબઈ રવાના થઈ
  3. Diana Edulji Exclusive Interview: ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવા પર ડાયના એડુલજીએ કહ્યું કે, આ મહિલા ક્રિકેટ માટે ગર્વની ક્ષણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.