અમદાવાદ: ભારત પાકિસ્તાનની હાઈ વોલ્ટેજમાં ભારતનો શાનદાર વિજય થયો છે. ભારતે 191 ના લક્ષ્યનો પીછો કરતા આસાનીથી જીત મેળવી હતી. આ દરમિયાન રોહિત શર્માની તોફાની ઇનિંગ્સ જોવા મળી હતી. જોકે મેચ પત્યા બાદ પાકિસ્તાન ટીમના કોચનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ મિકી આર્થરે કહ્યું કે આજની મેચ માત્ર BCCI ની ઇવેન્ટ હોય તેવું લાગી રહ્યું હતું નહિ કે ICC ની. મેચમાં પાકિસ્તાનના દર્શકોની હાજરી ન હોવાને કારણે ટીમ પર અસર પડે છે.
પાકિસ્તાનના કોચનું નિવેદન: તેમને વધુમાં કહ્યું કે સમગ્ર મેચ દરમિયાન પાકિસ્તાનના દર્શકોની હાજરી નહિ હોવાથી ટીમ પર અસર થઇ છે. પબ્લિક સિસ્ટમથી પણ મેસેજ ઇન્ડિયા તરફી લાગ્યો. તેમને વધુમાં કહ્યું કે ભારતે બેટિંગ અને બોલિંગમાં પાકિસ્તાન કરતા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હવે પાકિસ્તાનની ટીમનો અભિગમ થિન્ક નેક્સટનો રહેશે. પાકિસ્તાને ભાગીદારી ન કરી અને બોલિંગ નબળી કરી તેથી હાર થઇ. બાબર અને રિઝવાનની વિકેટ મેચમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ. જોકે તેમને ફરી ભારત સામે મેચ રમવાની આશા દર્શાવી છે.
સિરાજનું નિવેદન: ભારતની ટીમના બોલર મોહમ્મદ સિરાજે કહ્યું કે ટોસ મહત્વનો સાબિત થયો અને બીજી ઈનિંગમાં ડયુંનો ભારતને ફાયદો થયો. તેમેં વધુમાં જણાવ્યું કે અબ્દુલ શફીની વિકેટ રોહિત શર્મા કેપ્ટનની સલાહથી મળી છે. અમારી વ્યૂહ રચના પાકિસ્તાનના બેટ્સમેનને રૂમ નહિ આપવાની રહી કે જેથી ડોટ બોલ થાય અને પ્રેશર ઉભું થાય અને બેટ્સમેન ભૂલ કરે.
મેચનું પરિણામ: ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું. ભારતે પાકિસ્તાને આપેલા 192 રનના સામાન્ય લક્ષ્યાંકને માત્ર 30.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 86 રન બનાવ્યા હતા. જમણા હાથના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે પણ 53 રનની અણનમ અડધી સદી રમી હતી. વિજેતા રન શ્રેયસના બેટમાંથી જ આવ્યા હતા. આ પહેલા બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે પાકિસ્તાનને 42.5 ઓવરમાં માત્ર 191 રન પર રોકી દીધું હતું. ભારતે સતત 8મી મેચમાં પાકિસ્તાનને હરાવીને ક્રિકેટ વર્લ્ડ કપમાં અજેય રહેવાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો.