નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકા ICC મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરી રહ્યું છે. જેમાં વિશ્વની 10 ટોચની ટીમો ભાગ લેશે. તમામ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા યજમાન દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકા સાથે ગ્રુપ Aમાં છે. જ્યારે ગ્રુપ બીમાં ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડ વર્લ્ડ કપ 2020ની રનર અપ છે.
ઓસ્ટ્રેલિયા છે વિશ્વની નંબર 1 ટીમ :
જો કે વિશ્વના 50 થી વધુ દેશોની મહિલા ક્રિકેટ ટીમો છે, પરંતુ માત્ર 10 દેશો જ T20 વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થયા છે. વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમો ICC ટોપ ટેન રેન્કિંગમાં છે. વિશ્વની નંબર 1 ટીમ ઓસ્ટ્રેલિયા છે, જેની કમાન મેગ લેનિંગના હાથમાં રહેશે. ભારત વિશ્વ રેન્કિંગમાં ચોથા સ્થાને છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારત વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યું છે. આવો જાણીએ T20 રેન્કિંગની દસ ટીમો વિશે.
આ પણ વાંચો : SAFF Championship: 7મી મિનિટે લીડની તક પણ ભારત-બાંગ્લાદેશ મેચ ડ્રો
ઈંગ્લેન્ડે જીતી હતી પ્રથમ આવૃત્તિ : મહિલા T20 વર્લ્ડ કપની સાત આવૃત્તિઓ 2009, 2010, 2012, 2014, 2016, 2018 અને 2020માં યોજાઈ છે. મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિ 2009માં ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી. ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવીને ટાઈટલ જીત્યું હતું. વર્ષ 2012 સુધી ટૂર્નામેન્ટમાં આઠ ટીમો રમતી હતી, જેની સંખ્યા 2014માં વધીને 10 થઈ હતી.
આ પણ વાંચો : WPL 2023: ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીના મુખ્ય કોચ હશે
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતનું શેડ્યૂલ
12 ફેબ્રુઆરી: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (કેપ ટાઉન) સાંજે 6.30 વાગ્યે
15 ફેબ્રુઆરી: ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (કેપ ટાઉન) સાંજે 6.30 વાગ્યે
18 ફેબ્રુઆરી: ભારત વિ ઈંગ્લેન્ડ (ગેકેબેરા) સાંજે 6.30 વાગ્યે
20 ફેબ્રુઆરી: ભારત વિ આયર્લેન્ડ (ગેકેબેરા) સાંજે 6.30 વાગ્યે