નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર કર્યો છે. ICC દ્વારા જાહેર કરાયેલી રેન્કિંગમાં રોહિત શર્મા હવે 786 રેટિંગ પોઈન્ટ સાથે 8મા સ્થાને છે. ટેસ્ટ રેન્કિંગની યાદીમાં વિરાટ કોહલી 16માં નંબરે સરકી ગયો છે. પરંતુ રિષભ પંતે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પંત ટોપ ટેન ભારતીય બેટ્સમેનોની યાદીમાં છે. ઋષભ પંત ટેસ્ટ રેન્કિંગમાં 789 રેટિંગ પોઈન્ટ સાથે સાતમા નંબર પર છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 665 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં 16મા સ્થાને છે.
આ પણ વાંચો: ICC Test Bowlers Ranking : રવિચંદ્રન અશ્વિન ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં બીજા સ્થાને, અક્ષરને પણ ફાયદો
ટોપ 10 લિસ્ટમાં 2 ભારતીય ખેલાડી: ICC ટેસ્ટ રેન્કિંગની યાદીમાં ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન 921 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ 897 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ 2 પર છે. આ સિવાય પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ 862 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ 3 પર છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 833 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. ટેસ્ટ રેન્કિંગની ટોપ 10 લિસ્ટમાં બે ભારતીય ખેલાડી રિષભ પંત અને રોહિત શર્મા સામેલ છે.
આ પણ વાંચો:IND VS AUS 2ND TEST: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ માટે ટીમમાં ફેરફાર, જાણો કોણ ઈન-કોણ આઉટ
ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના 10 બેટ્સમેન
- માર્નસ લેબુશેન - ઓસ્ટ્રેલિયા
- સ્ટીવ સ્મિથ - ઓસ્ટ્રેલિયા
- બાબર આઝમ - પાકિસ્તાન
- ટ્રેવિસ હેડ - ઓસ્ટ્રેલિયા
- જો રૂટ - ઈંગ્લેન્ડ
- કેન વિલિયમસન - ન્યુઝીલેન્ડ
- ઋષભ પંત - ભારત
- રોહિત શર્મા - ભારત
- દિમુથ કરુણારત્ને - શ્રીલંકા
- ઉસ્માન ખ્વાજા - ઓસ્ટ્રેલિયા