નવી દિલ્હી: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) 27 જૂન મંગળવારના રોજ મેન્સ ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થશે અને તેની ફાઇનલ 19 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટ ભારતના યજમાનપદે રમાશે. આ શાનદાર મેચની શરૂઆત ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ભારત તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. અગાઉ બોર્ડને મોકલવામાં આવેલા ડ્રાફ્ટ શિડ્યુલમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. 15 ઓક્ટોબરે ભારતીય ટીમ અમદાવાદમાં પાકિસ્તાન સામે રમશે.
-
GET YOUR CALENDARS READY! 🗓️🏆
— ICC (@ICC) June 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The ICC Men's @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c
">GET YOUR CALENDARS READY! 🗓️🏆
— ICC (@ICC) June 27, 2023
The ICC Men's @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2cGET YOUR CALENDARS READY! 🗓️🏆
— ICC (@ICC) June 27, 2023
The ICC Men's @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c
ભારતની પ્રથમ મેચ: આ વર્લ્ડ કપમાં ભારત લીગ રાઉન્ડમાં કુલ 9 મેચ રમશે. ODI વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી મેચ બીજા દિવસે કોલકાતામાં રમાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે. ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે 20 નવેમ્બર અનામત દિવસ રહેશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે નાઈટ રહેશે. યજમાન ભારત 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં પાંચ વખતના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.
-
ICC World Cup 2023: England to play New Zealand in opening match on October 5. India to kick-start campaign against Australia on October 8. pic.twitter.com/dWSQwk1pFd
— ANI (@ANI) June 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ICC World Cup 2023: England to play New Zealand in opening match on October 5. India to kick-start campaign against Australia on October 8. pic.twitter.com/dWSQwk1pFd
— ANI (@ANI) June 27, 2023ICC World Cup 2023: England to play New Zealand in opening match on October 5. India to kick-start campaign against Australia on October 8. pic.twitter.com/dWSQwk1pFd
— ANI (@ANI) June 27, 2023
ભારત અને ન્યુઝીલેન્ડ 22 ઓક્ટોબરે રમશે: વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે, જેમાંથી 8 ક્વોલિફાય થઈ ગઈ છે અને બાકીની 2 ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટ દ્વારા પહોંચશે. પાકિસ્તાન 20 ઓક્ટોબરે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. જ્યારે બીજા દિવસે મુંબઈમાં ઈંગ્લેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે થશે. ભારત અને ન્યુઝીલેન્ડ 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ટકરાશે.
આ પણ વાંચો:
- ICC World Cup 2023 : વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ, ટ્રોફી 1,20,000 ફૂટની ઊંચાઈએ લોન્ચ કરાઈ
- MS Dhoni 42nd Birthday : આ શહેરોમાં 'માહી'ના જન્મદિવસ પર થશે ભવ્ય ઉજવણી, ચાહકો કરશે ખાસ શો સાથે ઉજવણી
- Fastest 100 Metres in High Heels : સ્પેનના દોડવીરે બતાવી ચિત્તા જેવી ચપળતા, હાઈ હીલ્સમાં દોડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ