નવી દિલ્હીઃ ICCએ બુધવારે મેન્સ ટેસ્ટ રેન્કિંગની યાદી જાહેર કરી છે. આ પછી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેન પાસેથી ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વના ટોચના બેટ્સમેનનો તાજ છીનવાઈ ગયો છે. ઇંગ્લેન્ડનો અનુભવી બેટ્સમેન જે રૂટ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બની ગયો છે. તેણે માર્નસ લાબુશેન નં3 પર આવી ગયો છે. જે બર્મિંગહામ ટેસ્ટ પહેલા નંબર 1 રેન્કિંગ પર હતો. રૂટે બર્મિંગહામ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેની 30મી સદી ફટકારી હતી. જ્યારે બીજી ઇનિંગમાં પણ તેણે 46 રનની મહત્વની ઇનિંગ રમી હતી. બર્મિંગહામ ટેસ્ટમાં 0 અને 13 રનની ઇનિંગ રમનાર લાબુશેન હવે પહેલાથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
ટોપ 10માં એકમાત્ર ભારતીય: ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથને ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન થયું છે. ત્રીજું સ્થાન મેળવનાર ટ્રેવિસ હેડ એક સ્થાન સરકીને ચોથા નંબર પર આવી ગયો છે. આ સાથે જ બીજા સ્થાને રહેલા સ્ટીવન સ્મિથ ચાર સ્થાન સરકીને છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. કેન વિલિયમસન હવે બીજા સ્થાને છે. બર્મિંગહામ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ 141 અને 65 રનની ઇનિંગ રમનાર ઉસ્માન ખ્વાજા રેન્કિંગમાં સાતમા સ્થાને આવી ગયો છે. ભારતનો વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત ટોપ 10માં એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.
આર અશ્વિન નંબર 1: બર્મિંગહામ ટેસ્ટમાં પાંચ વિકેટ લેનાર ઈંગ્લિશ ફાસ્ટ બોલર એલી રોબિન્સન ટોપ ફાઈવમાં પહોંચી ગયો છે. જેમ્સ એન્ડરસન બીજા અને સ્ટુઅર્ટ બ્રોડ નવમા સ્થાને છે. બીજી ઇનિંગમાં ચાર વિકેટ લેવા છતાં પેટ કમિન્સ ત્રીજાથી ચોથા સ્થાને સરકી ગયો છે. આ સાથે જ મેચમાં 8 વિકેટ લેનાર નાથન લિયોન એક સ્થાન આગળ વધીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આર અશ્વિન હજુ પણ વિશ્વનો નંબર 1 ટેસ્ટ બોલર છે.
નેત્રાવલકરે ઈતિહાસ રચ્યો: અમેરિકાના સૌરભ નેત્રાવલકરે વર્લ્ડ કપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં 4 વિકેટ લઈને ODI બોલિંગ રેન્કિંગમાં ટોચના 20માં પ્રવેશ કર્યો છે. 18મા ક્રમે રહેલા નેત્રાવલકર ટોપ 20માં સ્થાન મેળવનાર પ્રથમ અમેરિકન બોલર છે. જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ અને મિશેલ સ્ટાર્ક અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. ઓમાનનો ઝીશાન મકસૂદ ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ 3માં પહોંચી ગયો છે. તેણે ક્વોલિફાયરની પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી અને એક વિકેટ પણ લીધી હતી. આ યાદીમાં શાકિબ અલ હસન ટોચ પર છે, જ્યારે મોહમ્મદ નબી બીજા સ્થાને છે.
આ પણ વાંચો: