ETV Bharat / sports

Hardik Pandya: ધોનીના નક્શેકદમ પર હાર્દિક પંડયા... T20ના ઈતિહાસમાં સૌથી મોટી જીત - ધોનીના નક્શેકદમ પર હાર્દિક પંડયા

ભારતે ન્યૂ-ઝીલેન્ડ (IND vs NZ) સામેની ત્રણ T20 મેચોની શ્રેણી 2-1થી જીતી લીધી છે. છેલ્લી T20માં ભારતે ન્યૂ ઝીલેન્ડની ટીમને 168 રનથી હરાવ્યું હતું. T20ના ઈતિહાસમાં આ સૌથી મોટી જીત છે.

T20ના ઈતિહાસમાં મેળવી સૌથી મોટી જીત
T20ના ઈતિહાસમાં મેળવી સૌથી મોટી જીત
author img

By

Published : Feb 2, 2023, 1:56 PM IST

નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ભારતે ન્યૂ-ઝીલેન્ડ સામેની T20 સિરીઝ જીતી લીધી છે. શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ કેપ્ટન હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

T20ના ઈતિહાસમાં સૌથી મોટી જીત: ત્રીજી T20માં 168 રનની ઐતિહાસિક જીત બાદ હાર્દિકે કહ્યું, 'ટીમમાં તેની ભૂમિકા હવે એવી જ છે જેવી માહી ભાઈની હતી'. કેપ્ટને કહ્યું, 'માહી ભાઈ (એમએસ ધોની) જે ભૂમિકા ભજવતો હતો તે ભજવવામાં મને કોઈ સમસ્યા નથી.

આ પણ વાંચો: Suryakumar Yadav T20I Rankings: સુર્યકુમાર યાદવ T20 રેન્કિંગમાં ટોચ પર યથાવત

ધોની બાદ નિભાવી જવાબદારી: હાર્દિક પંડ્યાએ કહ્યું, 'તે સમયે હું નાનો હતો અને મેદાનની ચારે બાજુ શોટ મારતો હતો. જ્યારથી ધોની ભાઈએ ટીમ છોડી ત્યારથી તે જવાબદારી મારા પર આવી ગઈ છે. મને આની સામે કોઈ વાંધો નથી. અમને સારું પરિણામ મળી રહ્યું છે, મારે થોડું ધીમુ રમવું પડે તો પણ વાંધો નથી. ત્રીજી T20 મેચમાં હાર્દિકે 17 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય તેણે બોલિંગ કરીને 4 વિકેટ પણ લીધી હતી.

આ પણ વાંચો: IND vs NZ ત્રીજી T20: ભારતે ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું, ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી

હાર્દિકે 12 મેચમાં કેપ્ટનશિપ કરી: હાર્દિકની કપ્તાનીમાં ભારતે સતત ચોથી T20 શ્રેણી જીતી છે. T20માં હાર્દિકે 12 મેચમાં કેપ્ટનશિપ કરી છે જેમાં ભારતે 8માં જીત મેળવી છે. અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતે ન્યૂ ઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. આ મેચમાં શુભમન ગિલે 126 રન બનાવ્યા હતા. 235 રનના ટાર્ગેટના જવાબમાં કિવી ટીમ 12.1 ઓવરમાં 66 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીને 2-2 વિકેટ મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.