અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે 62મી મેચ રમાઈ હતી. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ મેચમાં ગુજરાત ટાઈટન્સ 34 રનથી જીતી ગઈ હતી, જેથી તે પ્લે-ઓફમાં કવોલીફાઈ થઈ ગઈ છે. આઈપીએલની આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સની પહેલી ટીમ છે કે જે સૌથી પહેલી પ્લેઓફમાં કવોલીફાઈ થઈ છે.
ગુજરાત ટાઈટન્સની બેટિંગઃ વૃદ્ધિમાન સાહા(વિકેટ કિપર) 3 બોલમાં શૂન્ય રને આઉટ થયા હતા. શુભમન ગિલ 58 બોલમાં 13 ચોક્કા ને 1 સિક્સ ફટકારીને 101 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન 36 બોલમાં 6 ચોક્કા ને 1 સિક્સ મારીને 47 રન બનાવ્યા હતા. હાર્દિક પટેલ(કેપ્ટન) 6 બોલમાં 8 રન, મિલર 5 બોલમાં 7 રન, રાહુલ તેવટિયા 3 બોલમાં 3 રન, શનાકા 7 બોલમાં 9રન(નોટ આઉટ), રાશિદ ખાન 1 બોલમાં શૂન્ય રન, નૂર અહેમદ 1 બોલમાં શૂન્ય રન, શામી 1 બોલમાં શૂન્ય રન અને મોહિત શર્મા 1 બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 13 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદની બોલીંગઃ ભુવનેશ્વરકુમાર 4 ઓવરમાં 30 રન આપી 5 વિકેટ ઝડપી હતી. માર્કો જેનસન 4 ઓવરમાં 39 રન આપી 1 વિકેટ લીધી હતી. ફારૂક 3 ઓવરમાં 31 રન આપી 1 વિકેટ લીધી હતી. ટી નટરાજન 4 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ લીધી હતી. માર્કરામ(કેપ્ટન) 1 ઓવરમાં 13 રન, માર્કેન્ડે 3 ઓવરમાં 27 રન અને અભિષેક શર્મા 1 ઓવરમાં 13 રન આપ્યા હતા.
સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃ અનમોલપ્રિત સિંહ 4 બોલમાં 5 રન, અભિષેક શર્મા 5 બોલમાં 4 રન, એઈડન માર્કરામ(કેપ્ટન) 10 બોલમાં 10 રન, રાહુલ ત્રિપાઠી 2 બોલમાં 1રન, હેઈનરિચ કલાસેન(વિકેટ કિપર) 44 બોલમાં 4 ચોક્કા ને 3 સિક્સ ફટકારીને 64 રન બનાવ્યા હતા. સનવીર સિંહ 6 બોલમાં 7 રન, અબ્દુલ સામદ 3 બોલમાં 4 રન, માર્કો જેનસન 6 બોલમાં 3 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમાર 26 બોલમાં 27 રન, મયંક માર્કેન્ડે 9 બોલમાં 18 રન અને ફારૂકી 5 બોલમાં 1 રન બનાવ્યા હતા. ટીમને 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 154 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સ 34 રનથી જીત્યું હતું.
ગુજરાત ટાઈટન્સની બોલીંગઃ મોહમંદ શામી 4 ઓવરમાં 20 રન આપી 4 વિકેટ ઝડપી હતી. યશ દયાલ 4 ઓવરમાં 31 રન આપી 1 વિકેટ લીધી હતી. રાશિદ ખાન 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. મોહિત શર્મા 4 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદ 2.5 ઓવરમાં 35 રન આપ્યા હતા અને રાહુલ તેવટિયા 1.1 ઓવરમાં 7 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table) આજની મેચ જીત્યા પછી ગુજરાત ટાઈટન્સ 18 પોઈન્ટ અને પ્લસ 0.835 નેટ રનરેટ સાથે પ્રથમ નંબરે જ રહી હતી. અને તે પ્લેઓફ માટે કવોલીફાઈ થઈ ગઈ હતી. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સના 15 પોઈન્ટ, ત્રીજા નંબરે મુંબઈ ઈન્ડિયન્સના 14 પોઈન્ટ, ચોથા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સના 13 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના 12 પોઈન્ટ હતા. રાજસ્થાન રોયલ્સના 12 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સના 12 પોઈન્ટ, પંજાબ કિંગ્સના 12 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદના 8 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સના 8 પોઈન્ટ હતા.
-
It's time we ⚔️ with the Titans 🔥
— SunRisers Hyderabad (@SunRisers) May 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Let's stand tall and eye to move ahead ✨ pic.twitter.com/Hu8kEKrU3z
">It's time we ⚔️ with the Titans 🔥
— SunRisers Hyderabad (@SunRisers) May 14, 2023
Let's stand tall and eye to move ahead ✨ pic.twitter.com/Hu8kEKrU3zIt's time we ⚔️ with the Titans 🔥
— SunRisers Hyderabad (@SunRisers) May 14, 2023
Let's stand tall and eye to move ahead ✨ pic.twitter.com/Hu8kEKrU3z
હૈદરાબાદ માટે જીત જરુરી: સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ અત્યાર સુધી માત્ર એક જ 11માં રમી છે અને તેણે હજુ 3 મેચ રમવાની છે. જો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 3 મેચમાં જીતે છે તો તેના કુલ 14 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં તે ફરી એકવાર પ્લેઓફની રેસમાં ભાગ લેનારી ટીમો સાથે જોડાશે. આ માટે સનરાઈઝર્સ હૈદરાબાદે આગામી બે મેચોમાં અનુક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સને હરાવવું પડશે.
-
Final home league game ➡️ Compulsory attendance! 💯#TitansFAM, toh pachi madiye aapde 7️⃣:3️⃣0️⃣ vaage! 🤝#GTvSRH #AavaDe #TATAIPL 2023 pic.twitter.com/W667dUJt6h
— Gujarat Titans (@gujarat_titans) May 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Final home league game ➡️ Compulsory attendance! 💯#TitansFAM, toh pachi madiye aapde 7️⃣:3️⃣0️⃣ vaage! 🤝#GTvSRH #AavaDe #TATAIPL 2023 pic.twitter.com/W667dUJt6h
— Gujarat Titans (@gujarat_titans) May 15, 2023Final home league game ➡️ Compulsory attendance! 💯#TitansFAM, toh pachi madiye aapde 7️⃣:3️⃣0️⃣ vaage! 🤝#GTvSRH #AavaDe #TATAIPL 2023 pic.twitter.com/W667dUJt6h
— Gujarat Titans (@gujarat_titans) May 15, 2023
ગુજરાત જીતે તો સીધી પ્લેઓફમાં પહોંચી જશે: હાલમાં ગુજરાત ટાઇટન્સ ટીમ લેટેસ્ટ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને તેણે 8 મેચ જીતીને કુલ 16 પોઈન્ટ્સ મેળવ્યા છે. જો તે આજે તેની 9મી મેચ જીતી જશે, તો તે સીધી પ્લે ઓફમાં પહોંચી જશે. આ જીત સાથે તે નંબર વન ટીમ બનીને પ્લે ઓફમાં જઈ શકે છે. બીજી તરફ, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે અને તેણે 4 મેચમાં કુલ 8 પોઈન્ટ્સ મેળવ્યા છે, પરંતુ બાકીની ટીમોના ગણિત મુજબ જો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ જીતે તો આગામી 3 મેચ, પછી તે પણ પ્લે-ઓફ માટે ક્વોલિફાય થશે. રેસમાં જોડાઈ શકે છે.
બંને ટીમોની મેચ રોમાંચક રહેશે: જો આપણે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચોના આંકડાઓ પર નજર કરીએ તો, બંને ટીમો વચ્ચે માત્ર 2 મેચ રમાઇ છે, જેમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદે 1-1 મેચ જીતી છે. એટલા માટે બંને ટીમોની મેચ રોમાંચક રહેશે.
આ પણ વાંચો:
- MS Dhoni Autograph: જુઓ મહેન્દ્ર સિંહ ધોનીએ સુનીલ ગાવસ્કરની ઈચ્છા પૂરી કરી
- IPL 2023: ચેન્નાઈ સામે કોલકાતા નાઈટ રાઈડર્સ 6 વિકેટ જીત્યું