મોહાલીઃ વિસ્ફોટક બેટ્સમેન રિંકુ સિંહની 5 છગ્ગાની કહાનીને ભૂલીને ગુજરાત ટાઇટન્સ આગામી મેચમાં પંજાબ કિંગ્સ સાથે રમવા મોહાલી પહોંચી ગઈ છે. હાલમાં બંને ટીમોએ અત્યાર સુધી રમાયેલી 3-3 મેચમાંથી બે-બે મેચ જીતી છે. જ્યારે બંને ટીમોને એક-એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યાં ગત મેચમાં પંજાબ કિંગ્સનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પરાજય થયો હતો. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હાર્યા બાદ આગામી મેચ રમવા પહોંચી ગઈ છે.
અત્યાર સુધી બંને ટીમો બરાબરી પર છે: પ્રારંભિક બે જીત બાદ છેલ્લી મેચમાં બંને ટીમોની હાર થઈ છે. આ મેચમાં પંજાબ કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડનો ભરપૂર ઉપયોગ કરવા માંગે છે અને મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન સુધારવા માંગે છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ પોતાની ટીમને વિનિંગ ટ્રેક પર લાવવાનો પ્રયાસ કરશે. વર્ષ 2022 માં, બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ છે, જેમાં ગુજરાત ટાઇટન્સે પ્રથમ મેચ 6 વિકેટથી જીતી હતી, જ્યારે પંજાબ કિંગ્સે બીજી મેચ 8 વિકેટથી જીતી હતી.
આ પણ વાંચો: IPL 2023: આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો જંગ
ટીમમાં આ ખેલાડીઓને તક મળી શકે છે: લાંબી રાહ જોયા પછી, લિવિંગસ્ટોન આખરે પંજાબમાં મોહાલીમાં જોડાયો છે અને નેટ્સ પર પ્રેક્ટીસ કરતો જોવા મળ્યો હતો. માનવામાં આવે છે કે તે આ મેચમાં રમશે. ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા બીમારીના કારણે છેલ્લી મેચમાં રમ્યો ન હતો, પરંતુ તે આ મેચ માટે ઉપલબ્ધ રહેશે.
-
Gary Kirsten 🤝 Vijay bhai
— Gujarat Titans (@gujarat_titans) April 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The duo work in tandem on how to improve batting technique! ⚡🕵️#AavaDe #TATAIPL 2023 pic.twitter.com/Ojp4K7QGxX
">Gary Kirsten 🤝 Vijay bhai
— Gujarat Titans (@gujarat_titans) April 11, 2023
The duo work in tandem on how to improve batting technique! ⚡🕵️#AavaDe #TATAIPL 2023 pic.twitter.com/Ojp4K7QGxXGary Kirsten 🤝 Vijay bhai
— Gujarat Titans (@gujarat_titans) April 11, 2023
The duo work in tandem on how to improve batting technique! ⚡🕵️#AavaDe #TATAIPL 2023 pic.twitter.com/Ojp4K7QGxX
આ ખેલાડીઓ પર રહેશે નજર: લિવિંગસ્ટોને રાશિદ ખાન સામે 69 બોલમાં 119 રન બનાવ્યા છે. તેની સામે 173ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરવાનો રેકોર્ડ ધરાવે છે. બીજી તરફ પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવનનો મોહમ્મદ શમી સામે શાનદાર રેકોર્ડ છે. શમીએ ક્યારેય શિખર ધવનને આઉટ કર્યો નથી, જ્યારે ધવને શમી સામે 149 રન બનાવ્યા છે.
-
Gabbar ka balla bol raha hai! 🔥#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL | @SDhawan25 pic.twitter.com/s3BprxfAif
— Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gabbar ka balla bol raha hai! 🔥#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL | @SDhawan25 pic.twitter.com/s3BprxfAif
— Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2023Gabbar ka balla bol raha hai! 🔥#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings #TATAIPL | @SDhawan25 pic.twitter.com/s3BprxfAif
— Punjab Kings (@PunjabKingsIPL) April 12, 2023
આ પણ વાંચો: IPL 2023: રોહિત મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ પર થયો ગુસ્સે, જુઓ વીડિયો
આવું કારનામું કરનાર IPLની બીજી ટીમ છે: આઈપીએલના રેકોર્ડ પર નજર કરીએ તો પંજાબ કિંગ્સ ટીમ માટે માત્ર ટોચના ત્રણ બેટ્સમેનોએ 70.5% રન બનાવ્યા છે. આવું કારનામું કરનાર IPLની બીજી ટીમ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પ્રથમ 3 બેટ્સમેનોએ સૌથી વધુ રન બનાવ્યા છે.