ETV Bharat / sports

Former BCCI Official Revealed : યુવા ક્રિકેટરો પાસે જાતીય સંબંધોની કરાઈ હતી માંગણી, ભ્રષ્ટાચારનો પણ થયો હતો ખુલાસો - युवराज सिंह गोरिल्ला डांस

ક્રિકેટ જગતની સૌથી અમીર સંસ્થા BCCI ફરી સવાલોના ચક્કરમાં આવી ગઈ છે. પૂર્વ અધિકારીએ BCCIમાં ભ્રષ્ટાચાર તેમજ શારીરિક સંબંધોની માંગને લઈને મોટા ખુલાસા કર્યા છે.

Former BCCI Official Revealed : યુવા ક્રિકેટરો પાસે જાતીય સંબંધોની કરાઈ હતી માંગણી, ભ્રષ્ટાચારનો પણ થયો હતો ખુલાસો

author img

By

Published : Feb 20, 2023, 2:11 PM IST

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક પૂર્વ અધિકારીએ પોતાના પુસ્તકમાં BCCIના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બીસીસીઆઈના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (એસીયુ)ના પૂર્વ વડા નીરજ કુમારે બીસીસીઆઈને ભીંસમાં મૂક્યું છે. નીરજ કુમારે પોતાના પુસ્તક 'A Cop in Cricket'માં BCCI પર ખુલાસો કરતા લખ્યું છે કે, અહીં મેચ ફિક્સિંગ કરતા પણ વધારે ભ્રષ્ટાચાર છે.

જાતીય શોષણની ફરિયાદો : આ સિવાય બીસીસીઆઈના એસીયુના પ્રમુખ રહી ચૂકેલા નીરજ કુમારે એક મોટો ખુલાસો કર્યો હતો કે, ક્રિકેટમાં પણ યુવા મહિલા ક્રિકેટરો પાસે સેક્સ કરવાની માગ કરવામાં આવે છે. તેમનો દાવો છે કે, તેમના કાર્યકાળ દરમિયાન આવી ઘણી ફરિયાદો આવી હતી. ત્રણ વર્ષ સુધી ACUના વડા રહેલા નીરજે જણાવ્યું હતું કે, જાતીય શોષણની ફરિયાદો પર કોઈની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : Rahul-Bharat May be out of next test : રાહુલ અને ભરત આગામી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે

યુવા ક્રિકેટરો અને માતા-પિતા તરફથી એવી ફરિયાદો મળી છે : તેણે એ પણ જણાવ્યું હતું કે, તેને યુવા ક્રિકેટરો અને માતા-પિતા તરફથી એવી ફરિયાદો મળી છે કે આઈપીએલ અને રણજીમાં સ્થાન અપાવવાના નામે તેમની પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા છે. નીરજે, જેઓ 1 જૂન, 2015 થી 31 મે, 2018 સુધી ACUના વડા હતા, તેમણે કહ્યું કે, તેમણે આ ફરિયાદો તત્કાલીન BCCI કમિટિ ઑફ એડમિનિસ્ટ્રેટર્સના અધ્યક્ષ વિનોદ રોયના ધ્યાન પર લાવી હતી.

આ પણ વાંચો : Yuvraj Singh dance video : સિક્સર કિંગ યુવરાજ સિંહે ગોરિલાની જેમ ડાન્સ કર્યો, જુઓ વીડિયો

જોહરીના વિનોદ રોય સાથે સારા સંબંધો હતા : નીરજ કુમારે પોતાના પુસ્તક 'A Cop in Cricket'માં આ ખુલાસા કરીને તોફાન મચાવ્યું છે. તેમણે કહ્યું કે, ઉચ્ચ અધિકારીઓ તેમની વાતને ગંભીરતાથી લેતા નથી. તે સમયે રાહુલ જોહરી BCCIના CEO હતા. નીરજ કુમારે રાહુલ જોહરી સાથે જોડાયેલી બાબતોની ફરિયાદ વિનોદ રાયને કરી હતી. જોહરીના વિનોદ રોય સાથે સારા સંબંધો હતા જેના કારણે મામલો ફૂંકાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.