ETV Bharat / sports

IND vs ENG: મોહમ્મદ શમીની ધમાકેદાર બેટિંગ... છગ્ગો ફટકારી પુરી કરી અર્ધશતક - ટેસ્ટમાં ધમાકેદાર બેટિંગ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ લોર્ડ્સ ટેસ્ટમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ પાંચમા દિવસે સામેની ટીમ સામે મોટો સ્કોર રાખવો પડ્યો હતો. શમી અને જસપ્રિત બુમરાહની જોડીએ આ કામ કરી બતાવ્યું હતું. આમાં શમીએ મજબૂત બેટિંગ કરતા શાનદાર અડધી સદી ફટકારી હતી.

IND vs ENG: મોહમ્મદ શમીની ધમાકેદાર બેટિંગ

author img

By

Published : Aug 16, 2021, 6:53 PM IST

  • IND vs ENG ની બીજી ટેસ્ટના પાંચમો દિવસ
  • ભારતને અત્યાર સુધી 259 રનની લીડ મળી
  • મોહમ્મદ શમી 50 અને જસપ્રિત બુમરાહ 30 રન સાથે મેદાને

હૈદરાબાદ : ભારતીય ક્રિકેટ ટીમે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટના પાંચમા દિવસે લંચ સુધી પોતાની બીજી ઇનિંગમાં 8 વિકેટે 286 રન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતને અત્યાર સુધી 259 રનની લીડ મળી છે.

ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 394 રને લીડ મેળવી

મોહમ્મદ શમી 50 રને અને જસપ્રિત બુમરાહ 30 રને રમી રહ્યા છે. બન્નેએ 9મી વિકેટ માટે અત્યાર સુધી 77 રનની ભાગીદારી કરી છે. શમીએ 67 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો, જ્યારે બુમરાહે 58 દડામાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. 4થા દિવસે ઋષભ પંત 14 અને ઇશાંત શર્મા 4 રન બનાવી અણનમ પરત ફર્યા હતા. ભારતે પોતાના પ્રથમ ઇનિંગમાં 364 રન બનાવ્યા હતા, જ્યારે ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 394 રન બનાવીને લીડ મેળવી હતી.

ભારતે પંત અને શર્માની વિકેટ ગુમાવી

5માં દિવસના પ્રથમ ઇનિંગમાં ભારતે પંત અને શર્માની વિકેટ ગુમાવી હતી. ઓલી રોબિન્સનએ શર્માને અને પંતને 22 સાથે આઉટ કર્યો હતો, પંતની વિકેટ 194 રનમાં પડી હતી, જ્યારે શર્મા કુલ 209 રનમાં આઉટ થયો હતો. બન્ને ટીમો હાલમાં 4 મેચની શ્રેણીમાં બરાબરી પર છે. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચનો આજે સોમવારે પાંચમો દિવસ છે. પાંચમા દિવસની શરૂઆતમાં ભારતે રિષભ પંત અને ઇશાંત શર્માની મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.