- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ
- પ્રથમ મેચના ત્રીજા દિવસે ભારતની લીડ તરફ આગેકૂચ
- એન્ડરસને ઈંગ્લેન્ડની વાપસી કરાવી, કોહલીને 0 પર આઉટ કર્યો
ન્યૂઝ ડેસ્ક: હાલમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ 2 દિવસ પહેલા શરૂ થઈ હતી. નોટિંગ્હામ ખાતે રમાઈ રહેલી મેચના ત્રીજા દિવસે ભારતે 161 રન બનાવીને 5 વિકેટ ગુમાવી દીધી છે.
જેમ્સ એન્ડરસને વિરાટ કોહલીને ગોલ્ડન ડકમાં પેવેલિયન ભેગો કર્યો
ત્રીજા દિવસની શરૂઆતમાં ભારત ઈંગ્લેન્ડના 183 રનોના ટાર્ગેટથી માત્ર 58 રન દૂર હતી. ત્યારે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ઈંગ્લેન્ડની ટીમની વાપસી કરાવી હતી. એન્ડરસને વિરાટ કોહલીને ગોલ્ડન ડકમાં પેવેલિયન ભેગો કર્યો હતો. જ્યારે ચેતેશ્વર પુજારાને 4 રનમાં આઉટ કર્યો હતો. જ્યારે રોબિન્સને ઓપનર રોહિત શર્મા અને અજિંક્ય રહાણેને આઉટ કર્યા હતા.